વરસાદની આગાહી 2025: આ રહ્યું પવનનું રહસ્યમય અનોખું વિજ્ઞાન

વરસાદની આગાહી 2025: વરસાદની આગાહી અંતર્ગત આજની આ મહત્વની પોસ્ટમાં પવનની દિશાને આધારે વરસાદની સંભાવના ક્યારે સૌથી ઉભી થાય? આ અંગેની ગુજરાતમાં વરસાદની આગાહી 2025 અંગેની વાત કરશું.

વરસાદની આગાહી 2025

ચોમાસાના દિવસો દરમિયાન પવનની દિશાનું ખાસ અવલોકન કરવું. કેમ કે પવન મુજબ જ વરસાદની સંભાવના વધઘટ જોવા મળતી હોય છે. વરસાદની આગાહી 2025 મુજબ આ વર્ષના ચોમાસામાં દરેક દિવસે ફૂંકાતા પવનનું ખાસ અવલોકન કરવું. જેમ કે ચોમાસું દિવસો દરમિયાન જો પૂર્વ દિશામાંથી પવન ફૂંકાતો જોવા મળે તો, તે દિવસે ખંડ વૃષ્ટિની સંભાવના વધુ પડતી ઉભી થશે.

એ જ રીતે વરસાદની આગાહી હવામાન અંતર્ગત જે દિવસે અગ્નિ ખૂણો અથવા તો દક્ષિણ દિશામાંથી પવન ફૂંકાતો હોય તો, તે દિવસનું આકાશ વાદળથી ઘનઘોર બનશે. પરંતુ વરસાદની સંભાવના ખુબ જ ઓછી રહેશે. કેમ કે જ્યારે જ્યારે અગ્નિ ખૂણો અથવા તો દક્ષિણ દિશામાંથી પવન ફૂંકાય છે, ત્યારે વરસાદની જાજી આશા રાખવી નહીં.

પવનનું રહસ્યમય અનોખું વિજ્ઞાન

ચોમાસું દિવસો દરમિયાન વરસાદની આગાહી તારીખ અવારનવાર આપણે સોશિયલ મીડિયામાં વાંચતા હોઈએ છીએ, પરંતુ પવનનું વિજ્ઞાન અનેરૂ છે. વરસાદની આગાહી 2025 મુજબ જે દિવસે વાયવ્ય અથવા તો ઉત્તર દિશામાંથી પવન ફૂંકાય તો, તે દિવસે ભારે મેઘ ખાંગા થાય આવા ચિત્રો સામે આવે છે. એટલે જ વરસાદની સૌથી સંભાવના ઉભી કરનાર વાયવ્ય ખુણાના પવન ગણવામાં આવે છે. એટલે જ વાયવ્ય ખૂણાના પવનને ગેરેન્ટેડ પવન તરીકે પણ ગણી શકાય.

વરસાદની આગાહી 2025 અનુસંધાને ચોમાસું સિઝનમાં જો નૈઋત્ય અથવા તો પશ્ચિમ દિશામાંથી એકધારો પવન ફૂંકાય ત્યારે પણ વરસાદની આશા સારી રખી શકાય. પરંતુ જ્યારે જ્યારે પશ્ચિમ તેમજ નૈઋત્યનો પવન ફૂંકાય છે, ત્યારે મોટેભાગે હળવા ભારે ઝાપટાનું પ્રમાણ વધુ પડતું જોવા મળતું હોય છે.

ભડલી વાક્યો આધારે ચોમાસું કેવું રહી શકે એ બાબતે ભડલી વાક્યોમાં પણ વિશેષ રૂપે પવનની દિશાને અનોખું મહત્વ આપવામાં આવ્યું છે. જે વાત તમે પ્રચલિત ભડલી વાક્યોમાંથી મેળવી શકો છો.

ચોમાસું સેશનમાં મુખ્યત્વે ઈશાન ખૂણામાંથી પવન ભાગ્ય જ ફૂંકાતો જોવા મળતો હોય છે. પરંતુ જ્યારે જ્યારે ચોમાસું પૂરું થવાની અણી ઉપર હોય ત્યારે મુખ્યત્વે ઈશાન ખૂણાનો પવન ફૂંકાતો જોવા મળે છે. તો વરસાદની આગાહી મુજબ જે દિવસે ઈશાન ખૂણાનો પવન ફૂંકાતો જોવા મળે, ત્યારે બપોર બાદ ગાજવિજ અને કડાકા ભડાકા સાથે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના ઊભી થાય છે.

error: Content is protected !!