મોટેભાગે નવા વર્ષની શરૂઆત જો સોમ, બુધ, ગુરુ કે શુક્રવારે થતી હોય તો, તે વર્ષ ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ જે વર્ષ મંગળ અથવા તો શનિવારે બેસતું હોય તો, તે વર્ષ મોટી ઉથલપાથલ વાળું જોવા મળતું હોય છે. તો વિક્રમ સવંત 2081 નું નવું વર્ષ શનિવારે બેસે છે. શનિવારે બેસતું વર્ષ 2025 ના વર્ષમાં મોટી ઉથલપાથલ જોવા મળી શકે છે.
એક પ્રાચીન લોકવાયકા મુજબ જે વર્ષની શરૂઆત જે વારે થતી હોય છે, તે જ વર્ષે જેઠ વદ દસમના દિવસે તે વારની ઉપસ્થિતિ જોવા મળતી હોય છે. તો વિક્રમ સવંત 2081 નું નવું વર્ષ શનિવારે બેસે છે. અને આ વર્ષમાં એટલે કે વર્ષ 2025 દરમિયાન જેઠ વદ દસમના દિવસે શનિવાર જોવા મળી રહ્યો છે. જે એક માઠા સમાચાર ગણી શકાય.
જેઠ વદ દસમના દિવસે જો શનિવાર આવતો હોય તો, તે વર્ષે કોઈને કોઈ મોટી ઉથલપાથલ જોવા મળતી હોય છે. જોકે કયા ક્ષેત્રે કોઈ મોટી ઉથલપાથલ જોવા મળે? એ અનુમાન લગાવવું મુશ્કેલ ગણી શકાય. ભૂતકાળના અમુક વર્ષોમાં જે વર્ષે જેઠ વદ દસમના દિવસે શનિવાર આવ્યો છે, તે વર્ષ ખેડૂતો માટે નબળું સાબિત થયું છે.
ટૂંકમાં વિક્રમ સવંત 2081 નું વર્ષ શનિવારે બેસે છે, શનિવારે બેસતું વર્ષ 2025 એ એક નિરાશામય વાત ગણી શકાય. કેમ કે કંઈક ને કંઈક અઇચ્છનીય ઘટના વર્ષ 2025 માં જોવા મળી શકે. જે વર્ષની શરૂઆત શનિવારે થતી હોય અને જેઠ વદ દસમના દિવસે શનિવાર આવતો હોય, તે વર્ષે કંઈક ને કંઈક મોટી ઉથલપાથલ જોવા મળતી હોય છે. પછી રાજકીય ક્ષેત્રે હોય કે પછી કોઈ બીજા ક્ષેત્રે હોય. પ્રાચીન લોકવાયકા મુજબ આ વિધાન ભૂતકાળના શનિવારે બેસેલા વર્ષોમાં સત્યમય જોવા મળ્યું છે.
ખાસ નોંધ : વિક્રમ સવંત 2081 ને અનુલક્ષીને વર્ષ 2025 ના વર્ષમાં જે શનિવારે બેસતું વર્ષ 2025 ની જે વાત કરવામાં આવી છે, મિત્રો આ માહિતી Weather Tv વેબસાઈટની પર્સનલ માહિતી નથી, એટલે ઉપર રજૂ કરવામાં આવેલી માહિતીને ધ્યાનમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય લેવા નહીં. ઉપર રજૂ કરવામાં આવેલી વાતએ – જે પ્રાચીન લોકવાયકામાં વણાયેલી છે, એ અંતર્ગત માહિતી આપવામાં આવી છે.