વરસાદના નક્ષત્ર 2025: ક્યારે બેસે – વાહન કયું? Varsad Na Nakshatra 2025

Varsad na nakshatra 2025: આ વર્ષે એટલે કે 2025 વરસાદના નક્ષત્ર ક્યારે બેસે છે? અને તેનું વાહન ક્યું છે? વરસાદના નક્ષત્ર 2025 મુજબ ચોમાસું નક્ષત્ર 2025 દરમ્યાન વરસાદ કેવો રહી શકે છે, એ અંગેની વરસાદના નક્ષત્ર 2025 અંગેની માહિતી આ પોસ્ટના માધ્યમથી અપડેટ કરવામાં આવી છે.

Varsad na nakshatra 2025 gujarati, Varsad nakshatra 2025, 2025 Varsad na nakshatra, Gujarati varsad nakshatra 2025, 2025 Varsad nakshatra, Varsad na nakshatra 2025 in gujarati, 2025 na varsad na nakshatra, Varsad na nakshatra 2025 gujarati calendar, Varsad na nakshatra 2025 dates : વરસાદ ના નક્ષત્ર 2025, વરસાદના નક્ષત્ર, ચોમાસુ નક્ષત્ર 2025, 2025 ના નક્ષત્ર, 2025 વરસાદ ના નક્ષત્ર, અત્યારે કયું નક્ષત્ર ચાલે છે, અત્યારે કયું નક્ષત્ર ચાલે છે 2025, વરસાદના નક્ષત્ર ની યાદી.

મૃગશીર્ષ નક્ષત્ર 2025

સૂર્યનારાયણ ભગવાનનો મૃગશીર્ષ નક્ષત્ર 2025 માં શુભ પ્રવેશ Dt: 8-6-2025 ના રોજ રવિવારે થશે. મૃગશીર્ષ નક્ષત્ર ના સમયગાળા દરમ્યાન વાહન શિયાળનું રહેશે. મૃગશીર્ષ નક્ષત્રમાં ગરમીનું પ્રમાણ વિશેષ જોવા મળશે. પવનનું જોર પણ આ નક્ષત્રના સમયગાળા દરમિયાન વિશેષ રૂપે જોવા મળશે.

આદ્રા નક્ષત્ર 2025

વર્ષ 2025 દરમ્યાન સૂર્યનારાયણ ભગવાનનો આદ્રા નક્ષત્ર 2025 માં મંગલમય પ્રવેશ Dt: 22-6-2025 ના રોજ વહેલી સવારે 6 ને 22 મિનિટે રવિવારના દિવસે થશે. આ વર્ષે એટલે કે વર્ષ 2025 માં આદ્રા નક્ષત્રના સમયગાળા દરમ્યાન વાહન ઉંદરનું રહેશે. આદ્રા નક્ષત્રની શરૂઆતની સાથે જ ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલની શરૂઆત થશે.

પુનર્વસુ નક્ષત્ર 2025

સૂર્યનારાયણ ભગવાનનો પુનર્વસુ નક્ષત્ર 2025 માં મંગલમય શુભકારી પ્રવેશ Dt: 5-7-2025 ના રોજ શનિવારના દિવસે થશે. પુનર્વસુ નક્ષત્રના સમયગાળા દરમ્યાન વાહન ઘોડાનું રહેશે. પુનર્વસુ નક્ષત્રના સમયગાળા દરમિયાન રાજ્યમાં વરસાદની શરૂઆત મધ્યમ જોવા મળશે.

પુષ્ય નક્ષત્ર 2025

મિત્રો વર્ષ 2025 માં સૂર્ય ભગવાનનો પુષ્ય નક્ષત્ર 2025 માં મંગલમય શુભ પ્રવેશ Dt: 19-7-2025 ના રોજ શનિવારે થશે. પુષ્ય નક્ષત્રના સમયગાળા દરમ્યાન વાહન મોરનું રહેશે. પુષ્ય નક્ષત્રના સમયગાળામાં ગુજરાત રાજ્યમાં વરસાદનો રાઉન્ડ સારો જોવા મળશે. ઘણી જગ્યાએ અતિવૃષ્ટિની પણ સંભાવના પુષ્ય નક્ષત્રના સમયગાળામાં જોવા મળશે.

આશ્લેષા નક્ષત્ર 2025

“આશ્લેષા આંધળી ચગી તો ચગી નહીંતર ફગી” વર્ષ 2025 દરમ્યાન આશ્લેષા નક્ષત્ર 2025 માં સૂર્યનારાયણ ભગવાનનો શુભ પ્રવેશ Dt: 2-8-2025 ના રોજ શનિવારે થશે. આશ્લેષા નક્ષત્રના સમયગાળામાં વાહન ગધેડાનું હોવાથી આશ્લેષા નક્ષત્રમાં વરસાદની સંભાવના મધ્યમ જોવા મળશે.

મઘા નક્ષત્ર 2025

સૂર્યનારાયણ ભગવાનનો મઘા નક્ષત્ર 2025 માં શુભમય પ્રવેશ Dt: 16-8-2025 ના રોજ શનિવારે થશે. મઘા નક્ષત્રના સમયગાળા દરમ્યાન વાહન દેડકાનું હોવાથી મઘા નક્ષત્રના સમયગાળામાં ગુજરાત રાજ્યમાં સારા વરસાદના રાઉન્ડ જોવા મળશે. પાણીની સમસ્યા પણ દૂર થતી જોવા મળશે.

ભડલી વાક્યો આધારે ચોમાસું કેવું રહે? એ અંગેની મહત્વની જાણકારી અહીં વાંચો.

પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર 2025

આ વર્ષે સૂર્યનારાયણ ભગવાનનો મંગલમય શુભ પ્રવેશ પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર 2025 માં Dt: 30-8-2025 ના શનિવારના રોજ રાત્રે 9 ને 46 મિનિટે થશે. પૂર્વા ફાલ્ગુની નક્ષત્રનું વાહન ભેંસનું હોવાથી ગુજરાત રાજ્યમાં વરસાદની સંભાવના પૂર્વા ફાલ્ગુની નક્ષત્રના સમયગાળા દરમ્યાન સારી એવી જોવા મળશે.

ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર 2025

મિત્રો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર 2025 માં આ વર્ષે સૂર્ય નારાયણનો શુભ પ્રવેશ Dt: 13-9-2025 ના રોજ શનિવારે બપોરે 3 ને 43 મિનિટે થશે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર દરમ્યાન વાહન શિયાળનું રહેશે. તેથી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ના સમયગાળા દરમ્યાન રાજ્યમાં વરસાદની સંભાવના મધ્યમ જોવા મળી રહી છે.

હસ્ત નક્ષત્ર 2025 (હાથીયો નક્ષત્ર 2025)

હસ્ત નક્ષત્ર જેને આપણે હાથીયો નક્ષત્રના નામથી પણ ઓળખીએ છીએ. તો આ વર્ષે સૂર્ય નારાયણ ભગવાનનો હસ્ત નક્ષત્ર 2025 માં મંગલમય શુભ પ્રવેશ Dt: 27-9-2025 ના રોજ શનિવારે વહેલી સવારે 7 ને 09 મિનિટે થશે. હસ્ત નક્ષત્રના સમયગાળા દરમ્યાન વાહન મોરનું હોવાથી વર્ષ 2025 માં હસ્ત નક્ષત્રના સમયગાળામાં મેઘ ગર્જના સાથે ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ ઉભો થશે.

ચિત્રા નક્ષત્ર 2025

મિત્રો આ વર્ષે સૂર્યનારાયણ ભગવાનનો ચિત્રા નક્ષત્ર 2025 માં મંગલમય શુભ પ્રવેશ Dt: 10-10-2025 ના રોજ શુક્રવારે રાત્રે 8 ને 14 મિનિટે થશે. ચિત્રા નક્ષત્રના સમયગાળા દરમ્યાન વાહન હાથીનું હોવાથી ચિત્રા નક્ષત્રમાં છુટા છવાયા વરસાદની સંભાવના વર્ષ 2025 દરમ્યાન જોવા મળી રહી છે.

સ્વાતિ નક્ષત્ર 2025

ચોમાસાનું છેલ્લું નક્ષત્ર એટલે કે સ્વાતિ નક્ષત્ર. વર્ષ 2025 દરમ્યાન સૂર્યનારાયણ ભગવાનનો સ્વાતિ નક્ષત્ર 2025 માં શુભ પ્રવેશ Dt: 24-10-2025 ના રોજ શુક્રવારે થશે. સ્વાતિ નક્ષત્રના સમયગાળા દરમ્યાન વાહન દેડકાનું રહેશે. તેથી સ્વાતિ નક્ષત્રમાં પણ વરસાદની સંભાવના ગુજરાત રાજ્યમાં સારી જોવા મળશે. જોકે સ્વાતિ નક્ષત્રમાં થતા વરસાદને આપણે માવઠાના વરસાદ તરીકે ગણીએ છીએ.

Disclaimer: વરસાદના નક્ષત્ર 2025 અંગેની ઉપર રજૂ કરવામાં આવેલી માહિતી એ Weather Tv વેબસાઈટની પર્સનલ માહિતી નથી. પરંતુ વિક્રમ સવંત 2081 ની સાલના જ્યોતિષશાસ્ત્રમાં જે વરસાદના નક્ષત્ર 2025 મુજબ જે યોગ જોવા મળી રહ્યા છે. એ માહિતી અહીં દર્શાવવામાં આવી છે. આ વાતની ખાસ નોંધ લેવી.

error: Content is protected !!