ચૈત્ર મહિનાના ભડલી વાક્યો : આ રહ્યા સારા-નબળા ચોમાસાના વિધાન

દરેક વર્ષનું ચોમાસું સારું રહે કે નબળું રહે? એ આધારે દરેક મહિનામાં ભડલી વાક્યોના યોગ મુજબ આવનારા ચોમાસાના સ્પષ્ટ સંકેતો મળતા હોય છે. તો આજની આ પોસ્ટમાં ચૈત્ર મહિનાના ભડલી વાક્યો અંગેની અંગેની માહીતી મેળવીયે.

ચૈત્ર મહિનામાં શુકલ પક્ષમાં આવતા ચૈત્રી દનીયાનું ખાસ અવલોકન કરવું. ચૈત્ર મહિનાના ભડલી વાક્યો મુજબ આ દનીયાના દસ દિવસો દરમિયાન વાદળ વીજળી કે વરસાદ ન થાય તો, આવનારું ચોમાસું સારું રહે છે. ચૈત્ર મહિનાના દનીયાના દિવસો દરમ્યાન ગરમીનું પ્રમાણ સારું એવું રહેવું જોઈએ.

ચૈત્ર મહિનાના સુદ પક્ષમાં રેવતી વૈશાખ મહિનામાં ભરણી તેમજ જેઠ મહિનામાં મૃગશીર્ષ દેખાય તો, ચોમાસે વરસાદ ખૂબ જ સારો ગણવો. અને ખેત ઉત્પાદન પણ સારું આવે.ચૈત્ર મહિનાના ભડલી વાક્યો મુજબ ચૈત્ર વદ પાંચમથી દસ દિવસ આકાશ ચોખ્ખું રહે, ગર્ભ ન ગળે તો, ચોમાસું પરિપૂર્ણ રીતે વરસે. સાથે સાથે દુઃખ ગરીબી દૂર થાય અને લોકો સમૃદ્ધ બને.

ફાગણ મહિનાના ભડલી વાક્યો મુજબ આવનારા ચોમાસાનો વર્તારા અંગેની વિશેષ માહિતી અહીંથી મેળવી લેવી.

ચૈત્ર મહિનાની પૂનમે જો મેઘ ગર્જના સાથે વરસાદ થાય તો આવનારું ચોમાસું નિષ્ફળ જાય. જે-તે સ્થળે ચૈત્ર સુદ પક્ષમાં આઠ દિવસ સતત વરસાદ આવે અને નોમને દિવસે જો વીજળી થાય તો, તે પ્રદેશ એટલે કે તે સ્થળે ભયંકર દુષ્કાળના યોગ ઊભા થાય.

ચૈત્ર સુદ પાંચમે રોહિણી નક્ષત્ર હોય તો, તે વર્ષે અષાઢ મહિનામાં વરસાદની સંભાવના ઓછી જણાય. તો બીજી વાત કરીએ તો, ચૈત્ર સુદ સાતમે પુષ્ય નક્ષત્ર હોય તો, તે વર્ષે શ્રાવણ મહિનામાં વરસાદની સંભાવના ઓછી ગણાય.

મિત્રો ચૈત્ર મહિનાના ભડલી વાક્ય મુજબ ચૈત્ર સુદ નામને દિવસે જો પુષ્ય નક્ષત્રની હાજરી હોય તો, તે વર્ષે ભાદરવો મહિનો કોરો જાય. ચૈત્ર સુદ પૂનમે ચિત્રા નક્ષત્ર હોય તો, તે વર્ષે આસો મહિનામાં વરસાદ ખેંચાય.

એકબીજા ચૈત્ર મહિનાના ભડલી વાક્યો મુજબ ચૈત્ર મહિનાની અમાસે સૂર્ય ક્યાં આથમે છે? તે નિશાની જોવી. પછી બીજના દિવસે ચંદ્ર તે સૂર્યથી કઈ જગ્યાએ છે? એ જોવું. જો સૂર્યથી ચંદ્ર ઉત્તરમાં હોય તો, સારું ચોમાસુ ગણવું. સૂર્ય જ્યાં આથમીઓ હોય ત્યાં જ જો ચંદ્ર હોય તો ચોમાસું મધ્યમ ગણવું. અને દક્ષિણે ચંદ્ર દેખાય તો દુષ્કાળ ગણવો.

ખાસ નોંધ – મિત્રો ઉપર રજૂ કરવામાં આવેલી ચૈત્ર મહિનાના ભડલી વાક્ય અંગેની માહિતી એ Weather Tv વેબસાઈટની પર્સનલ માહિતી નથી. પરંતુ ઉપર રજૂ કરવામાં આવેલી ચૈત્ર મહિનાના ભડલી વાક્ય આધારિત માહિતી એ ભડલી વાક્યના સ્ત્રોતમાંથી લેવામાં આવેલી છે. આ વાતની ખાસ નોંધ લેવી.

error: Content is protected !!