ચોમાસાની સિસ્ટમ જેવા ભયંકર માવઠાનું ગુજરાત પર સંકટ, Weather Update

છેલ્લા બે દિવસથી હવામાનના બંને મોડલ : ગ્લોબલ મોડલ તેમજ યુરોપિયન મોડલમાં અપડેટ થઈ રહેલી અપડેટ મુજબ મે મહિનાની 5 તારીખથી 11 તારીખ દરમિયાન ગુજરાત રાજ્યમાં ચોમાસાની સિસ્ટમ જેવા ભયંકર માવઠાનું સંકટ તોડાઈ રહ્યું છે.

મિત્રો છેલ્લા બે દિવસથી થતી અપડેટ મુજબ 5 મેથી ગુજરાત રાજ્યનું હવામાનમાં બદલાવ થતો જશે. ગુજરાત રાજ્યમાં 5 મેથી હવામાન વાદળછાયુ બનતું જશે. જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ વરસાદની સંભાવનાનું સંકટ વધતું જશે.

આજે થયેલી Gfs મોડેલની ફ્રેશ અપડેટ મુજબ 7 મેથી સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં વરસાદનું ત્રાંડવ જોવા મળી રહ્યું છે. 10 મે સુધીના સમયગાળા દરમિયાન કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે માવઠાનું સંકટ જોવા મળી રહ્યું છે.

આમ તો 11 મે સુધીના દિવસો દરમિયાન સમગ્ર રાજ્યમાં વધતી ઓછી ચોમાસાની સિસ્ટમ જેવા કમોસમી વરસાદની એક્ટિવિટી હવામાનના બંને મોડલમાં જોવા મળી રહી છે. જોકે યુરોપિયન મોડલની અપડેટ ગ્લોબલ મોડેલની અપડેટ કરતા થોડી રાહત જનક દર્શાવી રહી છે.

મિત્રો હાલ હજુ આ લાંબા ગાળાની પરિસ્થિતિ ગણી શકાય. હાલ સંભવિત માવઠાની સંભાવના 60% ની આજુબાજુ ગણી શકાય. જો ગ્લોબલ મોડલના સમીકરણો ઊભા રહેશે તો, સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં ચોમાસાના વરસતા વરસાદના આંકડા જેવા ઇંચના આંકડા આ માવઠાના આંકડા જોવા મળી શકે.

ટૂંકમાં મિત્રો હવામાનના સમીકરણોની થતી ફ્રેશ અપડેટ મુજબ મે મહિનાની મુ તારીખથી 11 તારીખ દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવના સ્પષ્ટ જણાતી હોવાથી ખેડૂત મિત્રોએ ખેતી કાર્યોમાં આયોજન પૂર્વક પગલાં લેવા.

રોહિણી નક્ષત્ર 2025 અંગેની માહિતી અહીં વાંચી લેવી.

ખાસ નોંધ : ઉપર રજૂ કરવામાં માવઠા અંગેની માહિતી એ Weather Tv વેબસાઈટની પર્સનલ માહિતી નથી. પરંતુ હવામાનના મોડલોમાં થઈ રહેલી અપડેટ મુજબ સંભવિત માવઠાના સંકટ અંગેનું અનુમાન વ્યક્ત કરવામાં આવેલું છે. આ વાતની ખાસ નોંધ લેવી.

error: Content is protected !!