મહા મહિનાના ભડલી વાક્યો મુજબ વર્ષનો વર્તારો કેવો રહે?એ અંગેની માહિતી અહીં મેળવશું. મહા મહિનામાં કેવા યોગનું નિર્માણ થાય તો, ભડલી વાક્ય મુજબ તે વર્ષનો વર્તારો કેવો રહે? આ અંગેની મહત્વની માહિતી.
મહા સુદ એકમે જો વાદળ અને પવનનું જોર વધુ જોવા મળે તો તેલેબિયા પાકનું ઉત્પાદન ઓછું થાય. મહા મહિના ના ભડલી વાક્યો મુજબ મહા સુદ બીજના દિવસે જો વાદળા આકાશમાં જણાય તો, અનાજનું ઉત્પાદન ઓછું આવે.
મહા સુદ ત્રીજના દિવસે જો વરસાદના છાંટા પડ્યા વગર ગાજવીજ થાય કે વાદળા થાય તો, અનાજનું ઉત્પાદન ઓછું આવે. મહા સુદ ચોથના દિવસે ડમડોર વાદળા હોય તો, નાગરવેલના પાન, કેળ તેમજ નાળિયેરનું ઉત્પાદન ઓછું થાય.
મિત્રો મહા મહિનાના ભડલી વાક્યો મુજબ મહાસુદ પાંચમે ઉત્તર દિશામાંથી પવન ફૂંકાય તો, ભાદરવો મહિનો વરસાદ વગરનો રહે. મહા સુદ છઠના દિવસે જો સોમવાર આવતો હોય તો, તેલ ઘી મોંઘા થાય, અને તે દિવસે જો વાદળ ગાજે કે વરસે તો કપાસના ભાવ વધે.
મહા સુદ સાતમે સૂર્ય વાદળાએથી ઘેરાયેલો હોય તો, અષાઢ મહિનામાં વરસાદ સારો થાય. તે દિવસે હીમ પડે, વીજળી થાય તો, ચોમાસાના ચારેય મહિનામાં ભારેથી અતિ ભારે વરસાદ થાય.
મહા મહિનાના ભડલી વાક્યો મુજબ મહા સુદ આઠમે સૂર્ય વાદળથી ઢંકાયેલો હોય અને રાત્રે ચંદ્ર વાદળ રહિત જણાય તો, રાજા જેવા માણસે પણ ભાગી જવું પડે એવી પરિસ્થિતિ સર્જાય.
પોષ મહિનાના ભડલી વાક્યો અંગેની ખૂબ જ મહત્વની માહિતી અહીંથી વાંચી લેવી.
મહા મહિનામાં ઠંડી ન પડે તો અનાજનું ઉત્પાદન ઓછું થાય. મહા મહિનામાં પાંચ રવિવાર આવતા હોય તો, દુષ્કાળનો ભય રહે.
મહા મહિનાના ભડલી વાક્ય મુજબ મહા વદી નોમના દિવસે મૂળ નક્ષત્ર હોય અથવા શુક્રવાર હોય તો, ભાદરવા મહિનાની વદી નોમે ચોક્કસ વરસાદ થાય. મહા વદ અમાસના દિવસે જો વાદળા હોય તો, આવનારા ચોમાસામાં ભાદરવા મહિનાની પૂનમે વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના ગણવી.
disclaimer: ઉપર જણાવવામાં આવેલી મહા મહિનાના ભડલી વાક્યો અંગેની માહિતી એ Weather Tv વેબસાઈટની પર્સનલ માહિતી નથી. પરંતુ આ માહિતી ભડલી વાક્ય સ્ત્રોતમાંથી લેવામાં આવી છે આ વાતની ખાસ નોંધ લેવી.