માગશર મહિનાના ભડલી વાક્યો

આદિકાળથી ચાલી આવે રહેલા ભડલી વાક્યો મુજબ આવનારું ચોમાસું કેવું રહે? એ અંગેનું એક અનુમાન ગુજરાતના ખેડૂતો વર્ષોથી લગાવતા હોય છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં માગશર મહિનાના ભડલી વાક્યો મુજબ આવનારું ચોમાસું કેવું રહે? એ અંગેની માહિતી મેળવશું.

માગશર મહિનો એટલે ઠંડીનો મહિનો. માગશર મહિનાના ભડલી વાક્યો મુજબ જો માગસર મહિનામાં ઠંડીનું સામ્રાજ્ય સારું એવું જમાવટ કરે તો, આવનારું ચોમાસું ટનાટન સાબિત થશે આ વાત લખી લેવી.

માગશર મહિનાના ભડલી વાક્ય મુજબ માગશર વદ આઠમના દિવસે અથવા રાત્રે વાદળ અથવા તો વીજળી થાય તો, આખો શ્રાવણ મહિનો વરસાદથી ભરપૂર રહેશે.

તો બીજા એક માગશર મહિનાના વિધાન અંગેની વાત કરીએ તો, માગશર મહિનાની અંધારી આઠમે જો વાદળ વીજળી અથવા તો વરસાદ એટલે કે માવઠું થાય તો પણ શ્રાવણ વદ આઠમની આજુબાજુ વરસાદ થાય.

કારતક મહિનાના ભડલી વાક્યો અંગેની માહિતી અહીં થી મેળવી લેવી.

માગશર મહિનામાં સૂર્ય નક્ષત્ર જેયેષ્ઠા તપે તો સારું ગણાય. આ ઉપરાંત મૂળ નક્ષત્ર તપે તો અતિ ઉત્તમ ગણાય. જો આ બંને નક્ષત્ર માગશર મહિનામાં તપે તો સારા વરસાદ સાથે તે વર્ષે ધાન્યના ઢગલા થાય. આ વાત ભડલી વાક્યમાં જોવા મળી રહી છે.

ખાસ નોંધ : ઉપર રજૂ કરવામાં આવેલી ભડલી વાક્યો આધારિત તમામ માહિતી એ Weather Tv વેબસાઈટની કોઈ પર્સનલ માહિતી નથી. પરંતુ આ માહિતીનો સ્ત્રોત એટલે કે માગશર મહિનાના ભડલી વાક્યો આધારિત ઉપર રજૂ કરવામાં આવેલી માહિતી એ ભડલી વાક્યોના સ્ત્રોતમાંથી લેવામાં આવેલી છે. આ વાતની ખાસ નોંધ લેવી.

error: Content is protected !!