કારતક મહિનાના ભડલી વાક્યો

પ્રાચીન વર્ષા વિજ્ઞાન આધારિત કારતક મહિનાના ભડલી વાક્યો પ્રમાણે આવનારા ચોમાસામાં હવામાન કેવું રહે છે? એ અંગેની વિસ્તારથી માહિતી આ પોસ્ટમાં મેળવશું.

કારતક સુદ એકમના દિવસે જો બુધવાર હોય તો, આવનારા ચોમાસા દરમિયાન ક્યાંક વરસાદ થાય અને ક્યાંક ન થાય. ટૂંકમાં વરસ મધ્યમ રહે.

કારતક મહિનાના ભીડલી વાક્યો મુજબ કારતક સુદ પાંચમના દિવસે રવિવાર હોય તો, અન્ન ઉત્પાદન ઓછું થાય. માળવામાં મરકી, દક્ષિણમાં ઉત્પાત, પૂર્વમાં વિગ્રહ અને ગુજરાત ખળભળી ઊઠે એવો સમય આવે.

ભડલી વાક્યો આધારે ચોમાસું વર્તારો કેવો રહે એ અંગેની વિશેષ માહિતી અહીં વાચો.

કારતક સુદ પુનમે કૃતિકા નક્ષત્ર ચોખ્ખું હોવું શુભ છે. તે દિવસે રાત્રે 12:30 થી 1:30 વાગ્યા સુધીનો ચંદ્ર જોવો. ચંદ્રથી દક્ષિણે કૃતિકા હોય તો, વર્ષ નબળું જાણવું, ઉત્તરે હોય તો ઉત્તમ ગણવું. ચંદ્રના મોઢા આગળ કૃતિકા આવે તો, વર્ષ સારું જાય પણ રોગ જીવાતનું પ્રમાણ વધારે રહે. પંચાંગમાં આ પૂનમનો સમયગાળો તથા કૃતિકા નક્ષત્રનો સમયગાળો તપાસવો. કૃતિકા નક્ષત્રનો સમયગાળો જેટલો વધુ તેટલો વધુ વરસાદ આવે એવું સમજવું.

આગળ વાત કરીયે તો, કારતક મહિનાના ભડલી વાક્યો મુજબ કારતક સુદ બારસ, માગશર સુદ દશમ, પોષ સુદ પાંચમ અને મહાસુદ સાતમે જો મેઘ ગાજે તો, બારેય મહિનામાં આકાશ કોરુ ધાકોળ રહે. એટલે કે વરસાદ ખૂબ જ ઓછો થાય.

તો કારતક મહિનાના એક બીજા ભડલી વિધાન મુજબ કારતક સુદ બારસે આકાશમાં વાદળા હોય તો, અષાઢ મહિનામાં ચોક્કસ વરસાદ વરસે છે.

Disclaimer: ઉપર રજૂ કરવામાં આવેલી કારતક મહિનાના ભડલી વાક્યો મુજબ અંગેની વાત એ Weather Tv વેબસાઈટની પર્સનલ માહિતી નથી. પરંતુ આ માહિતી ભડલી વાક્યના સ્ત્રોતમાંથી લેવામાં આવી છે. આ વાતની ખાસ નોંધ લેવી.

error: Content is protected !!