જેઠ મહિનો એટલે ગ્રીષ્મઋતુનો છેલ્લો મહિનો ગણાય. જેઠ મહિનામાં કેવી પરિસ્થિતિ ઉદ્ભવે તો, આવનારું ચોમાસુ કેવું રહે છે. એ અંતર્ગત જેઠ મહિનાના ભડલી વાક્યો આધારિત આ પોસ્ટમાં ખૂબ જ મહત્વની વાત કરશું.
જેઠ સુદ એકમના દિવસે બુધવાર અને મૂળ નક્ષત્રનો સંયોગ થાય તો પૃથ્વી કંપી જાય. એટલે જ જેઠ સુદ એકમના દિવસે બુધવારની સાથે મૂળ નક્ષત્રનો યોગ ખૂબ જ હાનિકારક ગણાય.
જેઠ મહિનાના ભડલી વાક્યો મુજબ જેઠ મહિનાના વદ એકમના દિવસે રવિવાર હોય તો, ખૂબ જ વંટોળ ખૂબ ઉદભવે. મંગળવાર હોય તો, વ્યાધિ થાય. બુધવાર હોય તો, અન્નનું ઉત્પાદન ઓછું આવે. શનિવાર હોય તો, લોકોને પીળા થાય. પરંતુ તે દિવસે જો સોમ, શુક્ર કે ગુરુવાર હોય તો, વરસાદ પાણી ખૂબ જ સારા થાય અને ખેત ઉત્પાદન સારું આવે.
વૈશાખ મહિનાના ભડલી વાક્યો પ્રમાણે આગામી ચોમાસું વર્તારો અંગેની માહિતી અહીંથી વાંચી લેવી.
જેઠ સુદી બીજ ગાજે તો, શિયાળામાં બનેલા પાછલા ગર્ભનું ધોવાણ થાય છે, આથી ચોમાસા દરમિયાન એક મોટું વાયરૂ ફુંકાય. માટે આ દિવસનું ખાસ અવલોકન કરવું.
મિત્રો જેઠ મહિનાના ભડલી વાક્ય મુજબ જેઠ સુદ ત્રીજના દિવસે આદરા નક્ષત્ર વસે તો, દુષ્કાળ પડે. જેઠ સુદ દસમે રવિવાર આવે તો અનાવૃષ્ટિ સંભાવના ગણવી. શનિવાર હોય તો, દુષ્કાળ અને પાણીની તંગી થાય.
શિયાળાના મહા મહિનામાં ખૂબ ઠંડી પડે અને જેઠ મહિનામાં ખૂબ જ તડકો પડે તો, ચોમાસામાં ધોધમાર વરસાદ થાય.એક બીજા ભડલી વાક્ય મુજબ જેઠ મહિનાના ચંદ્રના આદરાના 10 નક્ષત્ર સુધી અવલોકન કરવું. જો આ દિવસો નિર્મળ હોય તો, ચોમાસું ખૂબ જ સારું આવે.
ખાસ નોંધ – મિત્રો ઉપર રજૂ કરવામાં આવેલી જેઠ મહિનાના ભડલી વાક્યો આધારિત માહિતી એ Weather Tv વેબસાઈટની પર્સનલ માહિતી નથી. પરંતુ આ માહિતી ભડલી વાક્યોમાંથી લેવામાં આવેલી છે. આ વાતની ખાસ નોંધ લેવી.