જમીનમાંથી પાણી શોધવાની રીત: હવે જમીનના પેટાળમાંથી પાણીનો સ્ત્રોત મેળવવો ખૂબ જ કઠિન થઈ ગયો છે. કેમ કે જેમ જેમ વરસાદનું પ્રમાણ ખાસ કરીને સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં ઘટતું જાય છે, તેમ તેમ જમીનના પાણીના તળ પણ રોજથી રોજ નીચે જતા રહે છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતો જમીનમાંથી પાણી શોધવાની રીત અંગેના પ્રયોગોની માહિતી અવારનવાર મેળવતા હોય છે.
જમીનમાંથી પાણી શોધવાની રીત અંગે જુદી જુદી માન્યતા મુજબ જુદી જુદી લોકવાયકા જોવા મળી રહી છે. આ અંગેની વાત કરીએ તો, મોટેભાગે સફેદ પ્રકારની જમીન જેને આપણે કોબલી જમીન પણ કહીએ છીએ. આવી જમીનની નીચે મોટે ભાગે પાણી મેળવવામાં વધુ સફળતા મળતી હોય છે.
તો ઘણા લોકો શ્રીફળને આધારે જમીનમાંથી પાણી મેળવવા માટેના પ્રયાસ કરતા હોય છે. શ્રીફળ અમુક વ્યક્તિઓને લાગતું હોય છે, શ્રીફળ હાથમાં રાખીને જમીનની સપાટી પર ચાલ્યા જતા હોય છે. જે જગ્યા પર શ્રીફળ હથેળીમાં ઊભું થતું હોય છે, ત્યાં નીચેની જમીનમાં પાણીનો સ્ત્રોત રહેલો હોય છે. આવી એક લોકવાયકા જોવા મળી રહી છે.
અમુક વ્યક્તિઓ તાંબાના સરિયા વડે જમીનમાંથી પાણી શોધવાની રીત મુજબ પ્રયોગો કરતા હોય છે. તાંબાના સળિયાના પ્રયોગો આધારિત ઘણા દર્જે જમીનમાંથી પાણી મેળવવામાં સફળતા મળતી હોય છે. અમુક કિસ્સાઓમાં અમુક જમીનમાં લાલ પથ્થર પણ તાંબાના સળિયામાં વધુ બતાવતું હોય છે. એટલે તાંબાના સળિયા વડે 100% નીચે પાણી રહેલું હોય એવું માની ન લેવું.
એક પ્રાચીન લોકવાયકા મુજબ જે જગ્યા પર ખેર, ખાખરો અને ખીજડો આ ત્રણેય વૃક્ષનો સમન્વય એક સાથે જોવા મળતો હોય છે, ત્યાં જમીનની નીચે પાણીનો વિપુલ સ્ત્રોત રહેલો હોય છે. આવી વાત લોકવાયકામાં જોવા મળી રહી છે.
હવે જમીનમાંથી પાણીની શોધ રીત માટે આધુનિક યંત્રો પણ બજારમાં આવી ગયા છે. પરંતુ અમુક અમુક ખેડૂતોના રીવ્યુ મુજબ આધુનિક વિજ્ઞાનના યંત્રો પ્રમાણે પણ ક્યારેક જમીનમાંથી પાણી શોધવામાં નિષ્ફળતા મળતી હોય છે.
આવનારા દિવસોમાં પાણીની તંગીનો સામનો કરવો ન પડે એટલા માટે જ મિત્રો અત્યારથી પાણીનો બચાવ કરવો જોઈએ. બિનજરૂરી જળનો બગાડ કરવો ન જોઈએ. કેમકે આવનારા દિવસોમાં પાણીની કિંમત ખૂબ જ ઊંચી ગણાશે. એટલે જ અત્યારથી જ પાણી બચાવવું જોઈએ.
ખાસ નોંધ : જમીનમાંથી પાણી શોધવાની રીત અંગેની ઉપર જે માહિતી આપવામાં આવી છે, તે Weather Tv વેબસાઈટની પર્સનલ માહિતી નથી. પરંતુ વિવિધ લોકવાયકા તેમજ અમુક માન્યતા મુજબ જે માહિતી જોવા મળી રહી છે, એ માહિતી અહીં અપડેટ કરવામાં આવી છે.