હોળીનો પવન 2025: વિવિધ દિશાઓ મુજબ આગામી ચોમાસાનો વર્તારો

ઋતુચક્ર અવિરત રીતે ચાલી રહ્યું છે. વર્ષ 2025 અંગેની વાત કરીએ તો, શિયાળો, ઉનાળો અને ત્યારબાદ વિધિવત ચોમાસાની એન્ટ્રી થશે. દેશી વિજ્ઞાન મુજબ આગામી ચોમાસું કેવું રહે? એ અંગે અનુમાન લગાવવા માટેનો મુખ્ય દિવસ એટલે કે હોળીનો પવન, તો આજે આપણે હોળીનો પવન 2025 અંતર્ગત કઈ દિશામાંથી પવન ફૂંકાય તો, આગામી ચોમાસું વર્તારો કેવો રહે? એ અંગેની મહત્વની વાત કરશું.

શુભ મુહૂર્તમાં સાંજે હોળીનું પ્રાગટ્ય થયા બાદ જો તે સમયે પૂર્વ દિશામાંથી પવન ફૂંકાય તો, આવતા ચોમાસામાં ખંડ વૃષ્ટિના યોગ વધુ જોવા મળશે. એટલે જ હોળીનો પવન 2025 મુજબ પૂર્વનો પવન નબળો ગણાય.

હોલિકા દહન સમયે જો પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાય તો, આવનારું ચોમાસું ટનાટન રહે, લોકો ખૂબ જ સુખી થાય. કેમ કે આવી વાત દેશી વિજ્ઞાનમાં જોવા મળી રહી છે. પશ્ચિમના પવનથી નદીનાળા છલકાય છે, ખેત ઉત્પાદન પણ ખૂબ જ સારું આવે છે. આ વાત ભડલી વાક્યો સંહિતામાં વર્ણવામાં આવી છે.

હોળીનો પવન 2025 મુજબ હોળી જ્યારે પ્રગટે છે, ત્યારે જો દક્ષિણ દિશામાંથી પવન ફૂંકાય તો, આવનારા ચોમાસા માટે સંકટ સમાન ગણી શકાય. દક્ષિણના પવનથી તે વર્ષે દુષ્કાળની મોટી સંભાવના ગણાય છે. એટલે જ દક્ષિણ દિશાનો પવન સારો ગણવામાં આવતો નથી.

ઉત્તરના પવનનું ખાસ અવલોકન કરવું. હોળી પ્રગટે ત્યારે જો ઉત્તર દિશામાંથી પવન ફૂંકાય તો, ખૂબ જ શુભકારી ગણવામાં આવે છે. તે વર્ષે બારેમાસ ખાંગા થાય એવા ચિત્રો ચોમાસામાં જોવા મળી શકે. શિયાળુ પિયત પણ ભરપૂર માત્રામાં થાય એટલે ઉત્તરના પવનને મંગલમય પવન ગણવામાં આવે છે.

મિત્રો એ જ રીતે દરેક ખૂણાના પવનનું પણ ખાસ અવલોકન કરવું. હોળીનો પવન 2025 મુજબ ઈશાન ખૂણામાંથી પવન ફૂંકાય તો વર્ષ સારું થાય. અગ્નિ ખૂણામાંથી પવન ફૂંકાય તો ખૂબ જ નબળું ગણવું દુષ્કાળની સંભાવના વધુ ગણવી. નૈઋત્યના પવન મધ્યમ ગણવામાં આવે છે, ચોમાસાનું આગમન વહેલું થાય પણ વચ્ચે વચ્ચે વરસાદનો ગેપ જોવા મળે.

વાયવ્યના પવનને ઉત્તમ પવન ગણવામાં આવે છે, એટલે જ વાયવ્યના પવનને ગેરેન્ટેડ પવન પણ ગણવામાં આવે છે. જો હોળી પ્રગટે ત્યારે વાયવ્ય ખૂણામાંથી પવન ફૂંકાય તો, વર્ષ 16 આની થાય આવી વાત દેશી વિજ્ઞાનમાં જોવા મળી રહી છે.

error: Content is protected !!