હવામાન સમાચાર 2024 : આજનું-આવતીકાલનું હવામાન

મિત્રો વર્ષ 2024 દરમિયાન જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંત મુજબ હવામાન સમાચાર 2024 અનુલક્ષીને આ વર્ષે ચોમાસું 2024 દરમિયાન વરસાદની પરિસ્થિતિ ગુજરાત રાજ્યમાં કેવી જોવા મળશે? એ અંગેની મહત્વની અપડેટ આ પોસ્ટમાં રજૂ કરીએ.

હવામાન સમાચાર

વર્ષ 2024 દરમિયાન જ્યોતિષશાસ્ત્ર મુજબ કેવા યોગ બની રહ્યા છે? હવામાન Live અંતર્ગત હવામાન સમાચાર 2024 આજનું-આવતીકાલનું હવામાન કેવું રહેશે? એ અંગે મહત્વની વાત કરશું.

ચોમાસું 2024 દરમિયાન વૈશાખ મહિનામાં બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાય એવા યોગ વિક્રમ સવંત 2080 માં જોવા મળી રહ્યા છે. તો વૈશાખ મહિનાના વદ પક્ષમાં અંદમાન નિકોબાર ટાપુઓ ઉપર ભારે વરસાદ થાય. તેથી ચોમાસું 2024 ની ગતિવિધિને વેગ મળશે.

હવામાન સમાચાર 2024

હવામાન સમાચાર 2024 મુજબ આજનું-આવતીકાલનું હવામાન કેવું રહી શકે? તો મિત્રો જેઠ મહિનામાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં લુ ફૂકાશે. તો કોઈ કોઈ ભાગમાં જેઠ મહિનાના પ્રથમ પખવાડિયામાં વરસાદની સંભાવનાઓ ઊભી થશે. દરિયાઈ પટ્ટી ઉપર વાવાઝોડાનો પણ ખતરો મંડાઈ શકે.

મિત્રો અષાઢ મહિનો પણ વિચિત્ર રહેશે. હવામાન સમાચાર 2024 અંતર્ગત અષાઢ મહિનામાં દેશના ઉત્તર તેમજ પૂર્વ ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ જોવા મળશે. તો મધ્ય ભારત, રાજસ્થાન તેમજ ગુજરાતના ઘણા ભાગોમાં પણ અષાઢ મહિનામાં ભારે વરસાદની શક્યતા જોવા મળશે.

ચોમાસું હવામાન

ચોમાસું 2024 દરમિયાન શ્રાવણ મહિનામાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા ઊભી થશે. તાપી નદીના જળ સ્તરમાં શ્રાવણ મહિનામાં ખૂબ જ વધારો જોવા મળી શકે. તો શ્રાવણ મહિનામાં વદ પક્ષમાં દક્ષિણ સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્ર તેમજ કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના ઊભી થશે.

આવતીકાલનું હવામાન 2024 અંતર્ગત ભાદરવા મહિનાનું ચિત્ર જોઈએ તો, મિત્રો ચોમાસું 2024 દરમિયાન ભાદરવા મહિનામાં અંબાજીના ડુંગરાળ વિસ્તારો, બનાસકાંઠાના ભાગો તેમજ ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં મધ્યમથી એક સારા વરસાદની શક્યતા ઊભી થશે.

હવામાન સમાચાર 2024 મુજબ આસો મહિના દરમિયાન દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કોઈ કોઈ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે. તો દરિયાકિનારે પવનનું જોર પણ વધુ રહેશે. આસો વદ પક્ષમાં દિવાળીની આસપાસના દિવસોમાં પવન તથા આકાશ વાદળછાયુ જણાશે. આમ એકંદરે વર્ષ 2024 ખૂબ જ સારું રહેશે.

ખાસ નોંધ : મિત્રો ઉપર જણાવવામાં આવેલી વર્ષ 2024 ના ચારેય મહિનાની હવામાનની માહિતી એ વિક્રમ સવંત 2080 ના વર્ષના જ્યોતિષશાસ્ત્રની માહિતીને આધારે લેવામાં આવી છે. આ માહિતી Weather Tv વેબસાઈટની નથી.

ગુજરાત રાજ્યના સમગ્ર વિસ્તારોની હવામાનની લેટેસ્ટ અપડેટ નિયમિત મેળવવા માટે અમારી વેબસાઈટ Weather Tv સાથે જોડાયેલા રહેજો. બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

error: Content is protected !!