20 થી 22 ઓક્ટોબર ફરીથી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી

ચોમાસું વિદાય થઈ ગયું છતાં પણ વરસાદ હજી બંધ થવાનું નામ નથી લેતો. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ હજી જમાવટ કરી રહ્યો છે. આવા તબક્કામાં ફરીથી 20 થી 22 ઓક્ટોબરના દિવસો દરમિયાન ગુજરાત રાજ્યમાં ફરીથી કમોસમી વરસાદની સંભાવના જોવા મળી રહી છે.

અરબી સમુદ્રમાં વરસાદી વાદળોની જમાવટ હજી પણ સક્રિય જોવા મળી રહી છે. બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ એક્ટિવ હતી એ હવે અરબસાગરમાં એન્ટર થઈ ચૂકી છે. આ અરબસાગરમાં રહેલી વરસાદની સિસ્ટમની સક્રિયતાને અનુસંધાને અરબી સમુદ્રમાં વરસાદી વાદળોનો જમાવડો હજી પણ જોવા મળી રહ્યો છે.

આ પરિસ્થિતિ વચ્ચે આવનારી 20 થી 22 ઓક્ટોબરના દિવસો દરમિયાન ફરીથી ગુજરાત રાજ્યમાં વરસાદ પડી શકે છે. જેમાં મુખ્ય રૂપે દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં આ દિવસો દરમ્યાન વરસાદની શક્યતા ઊભી થશે.

મિત્રો 20 થી 22 ઓક્ટોબરના દિવસો દરમિયાન સૌરાષ્ટ્રમાં દક્ષિણ સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્ર, પૂર્વ સૌરાષ્ટ્રની સાથે સાથે ઉત્તર સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં બપોર બાદ ગાજવીજ સાથે વરસાદની શક્યતા ઊભી થશે. જેમાં કોઈ કોઈ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના પણ જોવા મળી રહી છે.

જ્યારે આ દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ચીખલી, ડાંગ, નવસારી, ધરમપુર, કપરાડા, સુરત, નર્મદા, તાપી આ જિલ્લાના વિસ્તારોમાં પણ ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીની સંભાવના 20 થી 22 ઓક્ટોબરના દિવસો દરમિયાન ઊભી થશે.

આવનારા દિવસોમાં ફરીથી કમોસમી વરસાદની ગુજરાત રાજ્યમાં સંભાવના હોવાથી જેમ જેમ સ્થિતિ સ્પષ્ટ બનતી જશે તેમ તેમ અમે અમારી વેબસાઈટ Weather Tv માધ્યમથી તમારા સુધી હવામાન આગાહી અપડેટ કરતા રહીશું તો અમારી સાથે જોડાયેલા રહેજો.

error: Content is protected !!