આ વર્ષે દિવાળી સુધી ચાલુ રહેશે વરસાદ

વર્ષ 2024 નું ચોમાસું ખૂબ જ લાંબુ ચાલી રહ્યું છે. આવા અરસામાં ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી મુજબ આ વર્ષે દિવાળી સુધી અવિરત વરસાદી માહોલ ચાલુ રહેશે. વરસાદ બંધ થવાનું નામ નહીં લ્યે. કટકે કટકે છુટા છવાયા દિવસોમાં દિવાળી સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે.

સૌરાષ્ટ્ર કચ્છમાં ચાલી રહેલા વરસાદના રાઉન્ડને અનુસંધાને ખેડૂતોને પારવાર નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે. કેમકે મગફળીનો પાક ખેતરની વચ્ચે પાથરાના રૂપે પડ્યો છે. આવી પરિસ્થિતિ વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં બોપરબાદ મંડાણી વરસાદ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કમોસમી વરસાદથી કપાસના પાક પણ મોટી નુકસાનીના ચિત્રો સામે આવી રહ્યા છે.

20 થી 22 ઓક્ટોબરે વરસાદની આગાહી અહીં વાંચો.

મિત્રો આવનારા દિવસોમાં વરસાદનું એક અનુમાન જોઈએ તો, 20 તારીખથી ફરીથી ગુજરાત રાજ્યમાં હવામાનમાં અસ્થિરતા જોવા મળશે. 20 થી 23 ઓક્ટોબરના દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં ફરીથી વરસાદી માહોલ જમાવટ કરે એવી વાત અંબાલાલ પટેલ ની આગાહીમાં જોવા મળી રહી છે.

સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, ભાવનગ,ર બોટાદ આ જિલ્લાના વિસ્તારોમાં 21 ઓક્ટોબરે અને 22 ઓક્ટોબરે વરસાદની સંભાવના સારી એવી જોવા મળી રહી છે.

દક્ષિણ ગુજરાતની સાથે મધ્ય ગુજરાતના પણ છુટા છવાયા વિસ્તારોમાં આવનારા દિવસોમાં વરસાદી હવામાન જમાવટ કરશે. ટૂંકમાં મિત્રો આ વર્ષે દિવાળી સુધી કટકે કટકે કમોસમી વરસાદના રાઉન્ડ જોવા મળે એવું લાગી રહ્યું છે.

error: Content is protected !!