દિવાળીએ વાદળ યોગ: વર્ષ 2025 ની થઈ મોટી આગાહી

વર્ષ 2025 ની થઈ મોટી આગાહી: કોઈપણ આવનારા વર્ષના ચોમાસા માટેનું અનુમાન મેળવવા માટે દર વર્ષે ધનતેરસ, કાળી ચૌદસ તેમજ દિવાળી ઉપર આકાશમાં રહેલા વાદળનું ખાસ અવલોકન કરવું પડે. તો આ વર્ષે ધનતેરસ કાળી ચૌદસ તેમજ દિવાળીએ વાદળ યોગ જોવા મળ્યો છે. જેથી વર્ષ 2025 ના ચોમાસા માટેની આગાહી અંગેની વાત આ પોસ્ટમાં કરશું.

મિત્રો આ વર્ષે દિવાળીના પર્વ પર ઝાકળ વર્ષાનો રાઉન્ડ જોવા મળ્યો છે. તો બપોર બાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધનતેરસ, કાળી ચૌદસ તેમજ દિવાળીના દિવસો પર બપોર બાદ વાદળ વાદળ જોવા મળ્યા છે એટલે કે દિવાળીએ વાદળ યોગ જોવા મળ્યો હોવાથી વર્ષ 2025 નું ચોમાસું ખૂબ જ સારું રહી શકે.

જે જે વર્ષે મુખ્યત્વે કાળી ચૌદસ તેમજ દિવાળીએ વાદળ યોગ સર્જાય છે, તે તે વર્ષે આવનારું ચોમાસું સારું રહે છે. કેમ કે આવું ભૂતકાળના ઘણા વર્ષોમાં બની ચૂક્યું છે. અને મિત્રો આ એક લોકવાયકા પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જોવા મળી રહી છે. એટલે જ દિવાળી પર વાદળ યોગ સર્વોત્તમ ગણવામાં આવે છે.

શરદ ઋતુ બાદ હેમંતઋતુની શરૂઆત થઈ જાય છે. હેમંતઋતુમાં ધીરે ધીરે ઠંડી પોતાનું સામ્રાજ્ય ફેલાવે છે. ત્યારબાદ શિશિ૨ઋતુમાં ખૂબ જ ઠંડી જોવા મળતી હોય છે. ભડલી વાક્યો મુજબ હેમંતઋતુથી જ કસ કાતરાની ગણતરી થતી હોય છે. એટલે કે વરસાદના ગર્ભની ગણતરી થતી હોય છે. એટલા માટે દિવાળીથી જો કસ અથવા તો વાદળ બનતા જણાય તે આવનારા ચોમાસા માટે ખૂબ જ સારી બાબત ગણી શકાય.

error: Content is protected !!