મિત્રો સૌરાષ્ટ્રમાં પાછલા કેટલાક વર્ષોથી શિયાળુ વાવેતરમાં ધાણી ની ખેતી પ્રભાવકારી બની રહી છે. કેમકે બજારમાં ઊંચા મળતા ભાવને અનુસંધાને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ધાણાની જગ્યા પર હવે ખેડૂતો ધાણી ની ખેતી કરી રહ્યા છે.
ધાણી નો પાક જ્યારે તૈયાર થાય છે, ત્યારે કોલેટી ઉપર ખાસ મહત્વ રહેલું હોય છે. જો ધાણી નો કલર એકદમ લીલવણી જોવા મળે તો, બજારમાં આ ધાણીના ભાવ ખૂબ જ ઊંચા આવે છે. આવી લીલા કલરની ધાણીના ભાવ અંગેની વાત કરીએ, તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દર વર્ષે ₹3,500 થી 4,000 સુધી પ્રતિમળનો ભાવ પણ જોવા મળે છે. એટલે જ ધાણીની ખેતીમાં કલરનું મહત્વ મુખ્ય ગણાય છે.
ધાણીનું વાવેતર અંગેનું વાત કરીએ તો મુખ્યત્વે 5 નવેમ્બરથી 15 નવેમ્બર સુધીનો સમયગાળો ધાણી ની ખેતી માટે ઉત્તમ ગણવામાં આવે છે. કેમકે 5 નવેમ્બર બાદ ધીરે ધીરે ટેમ્પરેચર ડ્રોપ થતું હોવાથી ધાણી ઉગવા માટે આ સમયગાળો સૌથી ઉત્તમ ગણી શકાય.
ધાણીની ખેતીમાં પાકની કાપણી અંગેની વાત કરીએ તો, મુખ્યત્વે ધાણીનો પાક 80 થી 85 દિવસની આજુબાજુ તૈયાર થઈ જાય છે. આ દરમિયાન આવનારા દિવસોમાં ઝાકળનો રાઉન્ડ આવે તો, ધાણી ના પાકનો લીલો કલર નષ્ટ થાય છે.
ટૂંકમાં ધાણીનો લીલવણી કલર જો કાપણી થયા બાદ ઝાકળનો રાઉન્ડ આવે તો યોગ્ય રીતે આવતો નથી. આવી ધાણીનો ભાવ પણ બજારમાં ખૂબ જ નીચો રહે છે.
ટૂંકમાં મિત્રો ધાણી ની ખેતીમાં તૈયાર થયેલા પાકની કિંમત ધાણીના કલર ઉપર જ આધાર રાખે છે. જો યોગ્ય રીતે લીલવણી ધાણી નો પાક તૈયાર થાય તો, બજારમાં આ ધાણીના ભાવ ખૂબ જ ઊંચા જોવા મળે છે.
તો મિત્રો આવી નવી નવી ખેતીલક્ષી માહિતી તમારા મોબાઇલ ફોનમાં નિયમિત મેળવવા માટે અમારી વેબસાઈટ Weather Tv સાથે જોડાયેલા રહેજો. સાથે સાથે અમારી વેબસાઈટને તમારા મોબાઇલ ફોનમાં પણ સેવ કરી લેવી.