ઉનાળાની શરૂઆતનો મહિનો એટલે ફાગણ માસ. વસંતઋતુના ઘણા બધા ભડલી વાક્યો પ્રમાણે ચોમાસું વર્તારાનો અંદાજ મેળવી શકાય છે. આ પોસ્ટમાં ફાગણ મહિનાના ભડલી વાક્યો પ્રમાણે આવનારું ચોમાસું કેવું રહે? એ અંગેની વાત કરશું.
ફાગણ મહિનાના ભડલી વાક્યો મુજબ ફાગણ સુદ એકમે શતતારકા નક્ષત્રની ઉપસ્થિતિ હોય તો, તે વર્ષે દુષ્કાળ પડવાની સંભાવના વધુ રહે. માટે આ વાતનું ખાસ નિદાન કરવું.
ફાગણ મહિનાની અંજવાળી સાતમ, આઠમ અને નોમના દિવસે જો મેઘ ગર્જના સંભળાય તો, ભાદરવા મહિનાની અમાસે ચોક્કસ વરસાદ આવે.
મિત્રો ફાગણી પૂનમનું ખાસ અવલોકન કરવું. ફાગણ મહિનાના ભડલી વાક્ય મુજબ ફાગણી પૂનમે હોળીની જાર જો ઊંચીને ઊંચી જાય તો, એ સારી નિશાની ગણાય નહીં. દક્ષિણ અને અગ્નિ ખૂણાનો પવન દુષ્કાળ સૂચવે. પૂર્વનો પવન મધ્યમ વરસાદ આપે. પશ્ચિમનો પવન 16 આની વર્ષ સૂચવે. જ્યારે ઈશાન અને વાયવ્ય ખુણાનો પવન ભરપૂર વરસાદ આપે.
મહા મહિનાના ભડલી વાક્યો મુજબ વર્ષ કેવું રહે? એ અંગેની માહિતી અહીં વાંચી લેવી.
ફાગણ મહિનાના ભડલી વાક્ય મુજબ ફાગણ મહિનાની અંધારી બીજના દિવસે આકાશ ચોખ્ખું જણાય, વાદળ, વીજળી કંઈ પણ જોવા ન મળે તો, ભાદરવા મહિનામાં સારા વરસાદના યોગ બને.
ફાગણ મહિનાની અમાસે જો મંગળવાર આવતો હોય તો લાંબો દુષ્કાળ પડે. પૂર્ણિમાંત ફાગણમાં શુક્રનો જો અસ્ત થાય તો, માલધારી ખેડૂતોએ માટે સારી વાત ગણાય નહીં, છાશના પણ ફાફા ઉભા થાય. ફાગણ મહિનામાં જો પાંચ શનિવાર આવતા હોય તો, દુષ્કાળની સંભાવના ઊભી થાય.
ખાસ નોંધ: ઉપર રજૂ કરવામાં આવેલી ફાગણ મહિનાના ભડલી વાક્યો અંગેની માહિતી એ Weather Tv વેબસાઈટની પર્સનલ માહિતી નથી. ઉપર મુકવામાં આવેલી માહિતી એ ભડલી વાક્યના સ્ત્રોતમાંથી લેવામાં આવેલી છે. આ વાતની ખાસ નોંધ લેવી.