અષાઢ મહિનાના ભડલી વાક્યો : વરસાદ ક્યારે થશે, ચોમાસું વરસાદની આગાહી

ખૂબ જ અગત્યની આ પોસ્ટમાં અષાઢ મહિનાના ભડલી વાક્યો મુજબ ચોમાસું બેસી ગયા બાદ વરસાદ ક્યારે થશે? આ અંગેની ખૂબ જ મહત્વની વરસાદની આગાહી ની વાત આ પોસ્ટમાં કરશું.

એક વાત ખાસ યાદ રાખજો, અષાઢ મહિનાના ભડલી વાક્યો મુજબ અષાઢ સુદ બીજ અને નોમના દિવસે સોમ, ગુરુ કે શુક્રવાર હોય તો પુષ્કળ વરસાદ થાય. બુધવાર હોય તો મધ્યમ વરસાદ થાય અને જો રવિવાર હોય તો તાવનો રોગચાળો ફેલાય. મંગળવાર હોય તો વરસાદ ઓછો થાય અને જો શનિવાર હોય તો ચોક્કસ દુષ્કાળ પડે.

અષાઢ સુદ પાંચમના દિવસે જો વીજળી થાય તો, ચોમાસું સારું ગણવું. અને જો આ દિવસે વાદળ કે વીજળી કંઈ ન થાય તો, ચોમાસું મોટેભાગે નિષ્ફળ જાય છે.

અષાઢ સુદ સાતમનો ખાસ વિચાર કરવો. અષાઢ સુદ સાતમે જો આકાશમાં ચંદ્ર રાત્રે વાદળા વિનાનો નિર્મળ જોવા મળે તો, વરસાદ તે વર્ષે ખૂબ જ ઓછો થાય.

અષાઢ મહિનાના ભડલી વાક્યો મુજબ અષાઢ સુદ નોમના દિવસે વરસાદ ગાજે પણ વરસે નહીં તો, અનાવૃષ્ટિ સમજવી. તે દિવસે સૂર્ય ચોખ્ખો જણાય પૂર્ણ પ્રકાશિત જોવા મળે તો, વરસાદ સારો ગણવો. રાત્રે ચંદ્ર આકાશમાં વાદળમાં છુપાયેલો જોવા મળે તો, પણ વરસાદ સારો સમજવો.

અષાઢ મહિનાના શુકલ પક્ષમાં બુધનો ઉદય થાય અને શ્રાવણના વદ પક્ષમાં શુક્રનો અસ્ત થાય તો, પણ તે વર્ષે દુષ્કાળ પડે.

જેઠ મહિનાના ભડલી વાક્યો મુજબ આવનારું ચોમાસું કેવું રહે? એ અંગેની મહત્વની માહિતી આ પોસ્ટમાંથી વાંચી લેવી.

અષાઢ મહિનાના ભડલી વાક્યો મુજબ અષાઢ સુદ પૂનમે ચંદ્ર વાદળામાં દેખાય તો, ચોમાસામાં સારો વરસાદ થાય. તેને બદલે જો ચંદ્ર ચોખ્ખો વાદળા વગરનો દેખાય તો, દુષ્કાળની સંભાવના ગણાય. અષાઢી પૂનમે ગાજવીજ સાથે વરસાદ થાય તો, એક સારા ચોમાસાની નિશાની ગણી.

અષાઢ મહિનામાં ચંદ્ર નક્ષત્રો જેમાં ચિત્રા સ્વાતિ કે વિશાખામાં વરસાદ થાય તો, ચોમાસું સારું જાય. પરંતુ તેને બદલે જો આ ત્રણેય નક્ષત્રો વરસાદ વગરના રહે તો, સ્થળાંતર કરવું પડે તેવો દુષ્કાળ પડે.

મિત્રો અષાઢ મહિનાના ભડલી વાક્ય મુજબ આ વાતનો ખાસ વિચાર કરવો. અષાઢી પૂનમને દિવસે વાદળા હોય અને સાંજે પૂર્વ, ઉત્તર કે ઈશાન ખૂણાનો પવન ફૂંકાતો હોય તો, ચોમાસું સારું થાય. દક્ષિણ કે પશ્ચિમનો પવન હોય તો ચોમાસું મધ્યમ ગણવું. નૈઋત્ય કે અગ્નિ ખૂણાનો પવન જણાય તો, ચોમાસું નબળું જાણવું.

Disclaimer: ઉપર રજૂ કરવામાં આવેલી અષાઢ મહિનાના ભડલી વાક્યો અંગેની માહિતી એ Weather Tv વેબસાઈટની પર્સનલ માહિતી નથી. પરંતુ આ માહિતી ભડલી વાક્યના સ્ત્રોતમાંથી લેવામાં આવેલી છે. આ વાતની ખાસ નોંધ લેવી.

error: Content is protected !!