આજનું હવામાન કેવું રહેશે : Weather today

આજની આ ખૂબ જ મહત્વની પોસ્ટમાં આજનું હવામાન કેવું રહેશે? એ અંગે ખૂબ જ ઉપયોગી એવી માહિતીની ચર્ચા કરશું. કેમ કે હવામાનનો રૂખ દરરોજ અલગ અલગ મિજાજમાં જોવા મળતો હોય છે. એટલે જ ચોમાસું દરમિયાન આજનું હવામાન કેવું રહેશે? એ અંતર્ગત આજે મહત્વની અપડેટ આ પોસ્ટમાં મેળવશું.

આજનું હવામાન કેવું

આજનુ હવામાન કેવું રહેશે એ એક ટૂંકા ગાળાની ફોરકાસ્ટ ગણી શકાય. મિત્રો હવામાનના વિવિધ મોડલમાં લાંબાગાળાની ફોરકાસ્ટ તેમજ મધ્યમ ગાળાની ફોરકાસ્ટના સમીકરણો જોવા મળતા હોય છે. ટૂંકા ગાળાની ફોરકાસ્ટ આજનું હવામાન કેવું રહેશે એ માટે પરફેક્ટ ગણી શકાય. કેમ કે ટૂંકા ગાળાના હવામાનના મોડલમાં મોટો ફેરફાર જોવા મળતો નથી.

હવામાન મોડેલ

હવામાનના વિવિધ મોડલની વાત કરીએ તો, મિત્રો આજનું હવામાન કેવું રહેશે એ ટૂંકા ગાળાની ફોરકાસ્ટના સમીકરણો માટે સચોટ પુરવાર થાય છે. આ માટે ગ્લોબલ મોડલ બેસ્ટ ગણી શકાય કેમ કે ગ્લોબલ મોડલની અપડેટમાં આવનારી 24 કલાક દરમિયાન હવામાન કેવું રહેશે એ અંગેનું અનુમાન ખૂબ જ સત્યની સમીપ હોય છે.

ગ્લોબલ મોડલને ગ્લોબલ ફોરકાસ્ટિંગ સર્વિસ એટલે કે Gfs મોડલના નામથી પણ ઓળખવામાં આવે છે. મિત્રો આ મોડલ દર 3 કલાકે અપડેટ થતું હોય છે. દર ત્રણ કલાકની ફોરકાસ્ટમાં આવનારી 3 કલાકમાં વરસાદનું ચિત્ર કેવું રહેશે? પવનની ગતિ કેવી રહેશે? હવામાં ભેજનું પ્રમાણ કેવું રહેશે? એ અંગેનું એક સચોટ અનુમાન મેળવી શકાય.

એ જ રીતે જો દરિયામાં કોઈ સિસ્ટમ આકાર લેતી હોય અથવા તો આવનારા દિવસોમાં વરસાદની સિસ્ટમ દરિયામાં બનશે કે નહીં એ અંગે પણ એક સચોટ અનુમાન મેળવી શકાય છે. પરંતુ મિત્રો આ ચાર્ટ મેળવવા માટે ગ્લોબલ મોડલના લાંબાગાળાના પેરા મીટરનો અભ્યાસ કરવો પડે.

ધારો કે બંગાળની ખાડીમાં કોઈ લો પ્રેશર સિસ્ટમ બની હોય તો, આ સિસ્ટમ મેદાનમાં આવીને કઈ દિશા તરફ ફંટાશે? એ અંગેનું અનુમાન પણ ગ્લોબલ મોડલના ચાર્ટમાં મેળવી શકાય છે. એ મુજબ આજનું હવામાન કેવું રહેશે એ અંગેનું એક સચોટ તારણ તમારા વિસ્તારનું તમે ખૂબ જ ચોકસાઈ પૂર્વક કાઢી શકો છો.

આજનું હવામાન

મિત્રો આજનું હવામાન કેવું રહેશે એ અનુસંધાને હવામાનના મોડલમાં જે સેટેલાઈટ ચિત્રો અપડેટ થતા હોય છે. એ મુજબ પણ આજે તમારા વિસ્તારમાં વરસાદની સંભાવના કેવી રહેશે? આજે તમારા વિસ્તારનું આજનું હવામાન કેવું રહેશે એ અંગેનું પણ તમે એક અનુમાન કાઢી શકો છો. અને આ સેટેલાઈટ પિક્ચર દર 3 કલાકે હવામાનની સાઈટ ઉપરથી અપડેટ થતા હોય છે.

અમારી વેબસાઈટ Weather Tv ના માધ્યમથી આજનું હવામાન કેવું રહેશે? તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું આજે જોવા મળી શકે છે. કે પછી વરસાદની સિસ્ટમ આધારિત સમગ્ર રાજ્યના દરેક વિસ્તારોમાં વરસાદની સંભાવના કેવી રહેશે? એ અંગેની નિયમિત અપડેટ અમે Weather Tv વેબસાઈટના માધ્યમથી અપડેટ કરીએ છીએ. તો મિત્રો ખાસ અમારી વેબસાઇટને તમારા મોબાઇલ ફોનમાં જરૂરથી સેવ કરી લેવી.

આજનું હવામાન કેવું રહેશે? એ મુજબ ગ્લોબલ મોડલની સાથે સાથે યુરોપિયન મોડલનું મહત્વ પણ ખૂબ જ વધુ રહેલું હોય છે. કેમકે યુરોપિયન મોડલના ડેટામાં પણ હવામાન કેવું રહેશે? એ અંગેનું એક સ્પષ્ટ સમીકરણ સામે આવતું હોય છે.

મિત્રો આધુનિક વિજ્ઞાનની સાથે સાથે પ્રાચીન વર્ષા વિજ્ઞાનને આધારે પણ આજનું હવામાન કેવું રહેશે? એ અંગે એક નક્કર અનુમાન મેળવી શકાય છે. જેમ કે જે દિવસે વાયવ્ય ખૂણામાંથી પવન ફૂંકાતો હોય તો, તે દિવસે સાંજ સુધીમાં લગભગ વરસાદી હવામાન જમાટ કરશે. આવી વાત દેશી વિજ્ઞાનમાં જોવા મળી રહી છે.

તો એક બીજી લોકવાયકા મુજબ જે રાત્રે આકાશ સ્વચ્છ જણાય, તારા ચોખ્ખા ટમટમતા જણાય તો, બીજે દિવસે વરસાદની સંભાવના વધી જાય છે. કેમ કે હવામાનના રૂખ ઉપરથી આવું ચિત્ર જોવા મળે તો, નજીકના દિવસોમાં વરસાદનો એક સારો રાઉન્ડ આવે. આવું એક વિધાન પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જોવા મળી રહ્યું છે.

હવામાન કેવું રહેશે

આજનું હવામાન કેવું રહેશે? એ અંતર્ગત પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં વરસાદના નક્ષત્ર ભડલી વાક્ય સાથે સાથે બીજા ઘણા બધા પાસાઓ ઉપરથી ખ્યાલ મેળવતા હતા. કેમકે ત્યારે આધુનિક સાધનોની હાજરી હતી નહીં. ત્યારે લોકો આવા પ્રાચીન વિધાનો ઉપર વધુ વિશ્વાસ દાખવતા હતા. એટલે જ આવી અમૂલ્ય લોકવાયકાઓ આજે સદીઓ પછી પણ ગુજરાતની પ્રજામાં ગુથાયેલી જોવા મળે છે.

હવામાનનો વિષય ખૂબ જ ગહન છે. આવતીકાલનું હવામાન કેવું રહેશે? આજનું હવામાન કેવું રહેશે? આવનારા દિવસોમાં હવામાનનો મિજાજ કેવો જોવા મળશે? એ જાણવું અત્યારે ખૂબ જ સરળ બની ગયું છે. કેમ કે અત્યારે સાયન્સના આધુનિક ઉપકરણોના સહારે હવામાનની તમામ ગતિવિધિઓનો ખ્યાલ સ્પષ્ટ રીતે મેળવી શકાય છે.

મિત્રો અમારી આ વેબસાઈટનો મુખ્ય એ જ ઉદ્દેશ્ય છે કે, ચોમાસા દરમિયાન તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું રહેશે? તમારા વિસ્તારમાં આજનું હવામાન કેવું રહેશે? તમારા વિસ્તારમાં આવનારા 7 દિવસ દરમિયાન હવામાનનો મિજાજ કેવો જોવા મળશે? એ અંતર્ગત અમે નિયમિત પોસ્ટ આ વેબસાઈટના માધ્યમથી મૂકીએ છીએ.

ગુજરાતના ખેડૂતોને જો આવનારા દિવસોના હવામાનની જાણ સમયસર મળતી રહે તો, તેઓ તેમના ખેતી કાર્યમાં આયોજન પૂર્વક પગલાં લઈ શકે છે. જેમ કે જો આવનારા દિવસોમાં વરસાદની શક્યતા ઓછી રહે તો, તેઓ પીયતની વ્યવસ્થા સમયસર કરી શકે છે. અને તેથી ખેતીના પાકોમાં આની વિપરીત અસર જોવા મળે નહી અને ઉત્પાદન પણ ભરપૂર મેળવી શકે.

મિત્રો ચોમાસાની સીઝન દરમિયાન જ્યારે જ્યારે દરિયામાં વાવાઝોડાની પરિસ્થિતિ ઉદ્ભવી હોય ત્યારે, જે તે વિસ્તારમાં આજનું હવામાન કેવું રહેશે? એ અંગેની જો અગાઉથી ખ્યાલ મળી જાય તો એક મોટી નુકસાનીમાંથી પણ બચી શકાય. કેમ કે આ અંગેની માહિતીની જો અગાઉ જાણ હોય તો, તે મુજબ તે સાવચેતી રૂપે પગલા પણ લઈ શકે.

આજનું હવામાન કેવું રહેશે એ અંતર્ગત અમારી વેબસાઈટ ઉપરથી તમને વરસાદના નક્ષત્રો પ્રાચીન વર્ષા વિજ્ઞાન આધારિત લોકવાયકાની આગાહી સાથે સાથે આધુનિક વિજ્ઞાનના હવામાન મોડલની પરફેક્ટ આગાહીની માહિતી તમને રેગ્યુલર રીતે મળતી રહેશે. જેમકે ચોમાસું દરમિયાન આકાર લેતા વાવાઝોડા સંબંધિત વાવાઝોડું લાઈવ લોકેશન અંગેની પણ નિયમિત અપડેટ તમને મળતી રહેશે.

મિત્રો છેલ્લા કેટલાક વર્ષોથી હવામાનમાં પણ મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. આવા સંદર્ભે ક્યારેક ક્યારેક આગાહીઓમાં પણ મોટો બદલાવ જોવા મળતો હોય છે. જેમ કે ધારો કે આવતીકાલે વરસાદની સંભાવના હવામાનના મોડલમાં સારી એવી જણાતી હોય છતાં પણ વરસાદ પડતો પણ નથી. જેનું મુખ્ય કારણ છેલ્લા વર્ષોમાં બદલાયેલા હવામાનમાં મોટા ફેરફારોને ગણી શકાય.

જોકે આવા સમીકરણો ક્યારેક જ જોવા મળતા હોય છે. મોટેભાગે આધુનિક વિજ્ઞાનના આધારે થતી વરસાદની આગાહીમાં મોટો ફેરફાર જોવા મળતો નથી. મિત્રો એટલે કે ટૂંકા ગાળાની આગાહીમાં મોટું વેરિયેશન જોવા મળતું હોતું નથી. એટલે જ આજનું હવામાન કેવું રહેશે એ સંદર્ભે ટૂંકા ગાળાની આગાહી ક્યારેય પણ ફેઇલ થતી નથી.

ગ્લોબલ મોડલ તેમજ યુરોપિયન મોડલની બંને મોડલના અભ્યાસ ઉપરથી તૈયાર કરેલી આગાહી ટૂંકા ગાળામાં ક્યારેય પણ નિષ્ફળ ગઈ હોય એવું ખૂબ જ ઓછું બન્યું હોય છે. એટલે જ હંમેશા ટૂંકાગાળાની આગાહીઓ પર વિશ્વાસ કરવો જોઈએ. કેમ કે લાંબા ગાળાની આગાહીઓમાં 30 થી 40% જેટલું વેરિયેશન જોવા મળતું હોય છે.

તો મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યના હવામાનની નિયમિત અપડેટ તમારા મોબાઇલ ફોનમાં દરરોજ મેળવવા માટે અમારી આ વેબસાઈટ Weather Tv સાથે હંમેશા જોડાયેલા રહેજો. જેથી તમને તમારા વિસ્તારના હવામાનના મિજાજની અપડેટ સરળતાથી મળી રહે.

error: Content is protected !!