આનંદો અરબસાગરમાં સિસ્ટમ બની, એક ઝાટકે ચોમાસાનું આગમન થશે

છેલ્લા ઘણા સમયથી અરબ સાગરમાં આવી પહોંચેલું ચોમાસુ અટવાયું હતું. પરંતુ ગઈકાલથી ચોમાસાના પ્રવાહને આગળ વધવામાં વેગ મળ્યો છે. ગઈકાલે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા મળી ઘણા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પણ નોંધાયો.

મિત્રો આજે રાત્રે થયેલી ગ્લોબલ મોડલની ફ્રેશ અપડેટ મુજબ મુંબઈની આસપાસ અરબસાગરમાં અપર લેવલે એક સાયકલોનિક સર્ક્યુલેશનનું નિર્માણ થયું છે. જે ગુજરાતમાં ચોમાસું આગળ વધવા માટે ખૂબ જ સારી એવી ભૂમિકા ભજવશે.

અપર લેવલે સર્જાયેલા સાયકલોનીક સર્ક્યુલેશનની અસરથી આજે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં બપોર બાદ થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની સંભાવના ઊભી થશે.

પ્રથમ તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ, તો વાપી, વલસાડ, ચીખલી, નવસારી, ડાંગ, સુરત આ જિલ્લાના વિસ્તારોમાં આજે બપોર બાદ મંડાણી વરસાદની સંભાવના ગણી શકાય.

જ્યારે ભરૂચ, અંકલેશ્વર, નર્મદા, તાપી, વડોદરા, આણંદ, ખંભાત આ વિસ્તારોમાં પણ આજે બપોર બાદ ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થઈ શકે છે. ઉત્તર ગુજરાત તેમજ પૂર્વ ગુજરાતના ઘણા વિસ્તારોની સાથે સાથે આજે મધ્ય ગુજરાતમાં પણ મેઘાવી માહોલ ઉભો થશે.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજે દક્ષિણ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થશે. જેમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ આ વિસ્તારોમાં વધુ સંભાવના ગણી શકાય. જ્યારે જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા તેમજ પોરબંદર જિલ્લાના પણ ઘણા વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે વરસાદ પડી શકે.

ટૂંકમાં મિત્રો આજે સમગ્ર રાજ્યના ઘણા વિસ્તારોમાં પ્રીમોનસૂન એક્ટિવિટી જોવા મળશે. કેમકે હજુ સુધી ગુજરાત રાજ્યમાં ચોમાસાનું આગમન થયું ન હોવાથી જે અત્યારે વરસાદ જોવા મળતો હોય છે તેને પ્રી મોનસુન એક્ટિવિટી ગણવામાં આવે છે.

error: Content is protected !!