આજનું હવામાન

હાલની બંગાળની ખાડીમાં બનેલી લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઈ ચૂકી છે. અને આ સિસ્ટમ ધીરે ધીરે હવે ઉત્તર ભારત તરફ ફંટાઈ રહી છે. મિત્રો આ લો પ્રેશર સિસ્ટમની અસર રૂપે ગુજરાત રાજ્યમાં આજનું હવામાન કેવું રહેશે એ સંબંધિત સંપૂર્ણ હવામાન અપડેટ મેળવશું.

આજનું હવામાન ગુજરાત

મિત્રો છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાત તેમજ પૂર્વ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના સમાચાર મળી રહ્યા છે. જોકે સૌરાષ્ટ્ર કચ્છના જુજ વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. ગઈકાલે ભાવનગર જિલ્લાના મહુવા તળાજા પંથકમાં વરસાદના સમાચાર જોવા મળ્યા. એ મુજબ આજનુ હવામાન ગુજરાત સંબંધિત વાત કરીએ તો, ગુજરાતમાં આજનું હવામાન કેવું રહેશે?

તો લો પ્રેશર સિસ્ટમની અસરથી આવનારા બે થી ત્રણ દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત તેમજ પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમની શક્યતા ગણી શકાય. જ્યારે સૌરાષ્ટ્ર કચ્છના છુટા છવાયા વિસ્તારોમાં બપોર બાદ ગાજવીજ વાળો વરસાદ વરસે એવી સંભાવનાઓ હવામાનના મોડલમાં જોવા મળી રહી છે.

આવતીકાલનું હવામાન

ગ્લોબલ મોડલ મુજબ 20 સપ્ટેમ્બર સુધીનું એક પ્રિડીક્શન મેળવ્યે તો, દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોમાં વરસાદની સંભાવના વિશેષ રૂપે જોવા મળી રહી છે. જેમાં વલસાડ, ડાંગ, ચીખલી, ધરમપુર, આહવા, સેલવાસ, નવસારી જેવા સંભવિત વિસ્તારોમાં આવતીકાલનું હવામાન મુજબ 20 સપ્ટેમ્બર સુધીના દિવસો દરમિયાન મધ્યમ વરસાદની સંભાવના ગણી શકાય.

મિત્રો જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ સાબરકાંઠા આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના ગણી શકાય. જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ આણંદ ખેડા, વડોદરા આ વિસ્તારોમાં પણ કોઈ કોઈ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા ગણી શકાય. જ્યારે પૂર્વ ગુજરાતમાં પંચમહાલ અરવલ્લી આ વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમની સંભાવના 20 સપ્ટેમ્બર સુધીના દિવસો દરમિયાન જોવા મળી રહી છે.

આજનું હવામાન સૌરાષ્ટ્ર કચ્છ

આજનું હવામાન સૌરાષ્ટ્ર કચ્છમાં કેવું રહેશે? એ અંગેની માહિતી મેળવીએ તો, મિત્રો કચ્છમાં વરસાદની સંભાવના હાલ ઓછી જોવા મળી રહી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં કોસ્ટલના વિસ્તારોમાં કોઈ કોઈ વિસ્તારોમાં બપોર બાદ ગાજવીજ વાળો વરસાદ જોવા મળી શકે. જેમાં દક્ષિણ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની સંભાવના બીજા વિસ્તારો કરતા વધુ જોવા મળી રહી છે.

જેમાં ભાવનગરમાં મહુવા પંથક વાળી કોસ્ટલ પટ્ટી તેમજ અમરેલી જિલ્લાના અમુક વિસ્તારોમાં બપોર બાદ ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી જોવા મળી શકે. ટૂંકમાં મિત્રો સૌરાષ્ટ્ર કચ્છમાં આજનું હવામાન મુજબ છુટા છવાયા વિસ્તારોમાં વરસાદની સંભાવના ગણી શકાય.

error: Content is protected !!