રાજ્યમાં ગુલાબી ઠંડીનો પ્રારંભ થશે

અરબ સાગરમાં બનેલી સિસ્ટમને આધીન છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત રાજ્યમાં એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘાવી માહોલ જામ્યો છે. મિત્રો આ રાઉન્ડ હવે પૂર્ણ થવાના આરે છે. આ રાઉન્ડ પૂર્ણ થતા જ રાજ્યમાં ગુલાબી ઠંડીનો પ્રારંભ થશે.

મિત્રો આવનારી પરિસ્થિતિ અંગેની વાત કરીએ તો મુખ્ય રૂપે 20 થી 22 ઓક્ટોબર કમોસમી વરસાદ રૂપી રાજ્યમાં છુટ્ટી છવાઈ મેઘ સવારી ચાલુ રહેશે. ત્યારબાદ કમોસમી વરસાદની સંભાવના ઓછી જોવા મળી રહી છે. જે એક ગુજરાતવાસીઓ માટે રાહતના સમાચાર ગણી શકાય.

25 ઓક્ટોબર બાદ ગ્લોબલ મોડલના ચાર્ટ મુજબ રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત થઈ જશે. ટૂંકમાં એવું કહી શકાય કે, મિત્રો ઓક્ટોબર મહિનાના અંતિમ દિવસોથી ગુજરાત રાજ્યમાં સવાર સાંજના સમય એ ગુલાબી ઠંડીનો રીતસરનો અનુભવ થશે.

ધીરે ધીરે ઉત્તરના પવનો સેટ થતા જશે તેમ તેમ દિવાળી બાદ ઠંડીનું સામ્રાજ્ય પણ વધતું જશે. આમ તો મિત્રો બપોરનું ટેમ્પરેચર હજી આવનારા થોડા દિવસો સુધી ગુજરાત રાજ્યમાં ઊંચું જોવા મળશે. છતાં પણ રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ ધીરે ધીરે આવનારા દિવસોમાં વધતો જશે.

બંગાળની ખાડીની સિસ્ટમ ડિપ્રેશનમાં કન્વર્ટ થઈ ચૂકી છે. અને તે પણ એકાદ દિવસમાં વધુ મજબૂત બની અને વાવાઝોડામાં ફેરવાશે. પરંતુ મિત્રો આ વાવાઝોડું ગુજરાત રાજ્યને અસર કર્તા રહેશે નહીં. આ વાવાઝોડું બાંગ્લાદેશ તરફ ફંટાઈ એવા ચિત્રો યુરોપિયન તેમજ ગ્લોબલ મોડલમાં જોવા મળી રહ્યા છે. જે એક ગુજરાતવાસીઓ માટે રાહતના સમાચાર ગણી શકાય.

આવનારા દિવસોમાં વાતાવરણ કેવું રહેશે? એ અંગેની નિયમિત અપડેટ અમે અહીં રેગ્યુલર રીતે પોસ્ટ કરતા રહીશું. તો અમારી વેબસાઈટ Weather Tv સાથે જોડાયેલા રહેજો ખુબ ખુબ આભાર.

error: Content is protected !!