Weather update : ગુજરાતમાં ફરીથી માવઠાનું મોટું સંકટ

મિત્રો આ વર્ષે એક પછી એક ક્રમશ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષોભ આવી રહ્યા છે. તો ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની મોટી અસર અડધા ભારતમાં જોવા મળશે. જેની સંપૂર્ણ વાત આજની પોસ્ટમાં કરીએ. ઉપરા ઉપરી બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ઇફેક્ટ આ રાઉન્ડમાં જોવા મળશે. જોકે આજથી પંજાબ અને હરિયાણા ઉપર પસાર થયેલ રહેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આપણા રાજ્ય ગુજરાતમાં એટલી જોવા નહીં મળે. જોકે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દરમિયાન હવામાનમાં ફેરફાર આવી જશે. ઠંડી ગાયબ થઇ જશે અને હવામાન મોટે ભાગે વાદળછાયું બનતું જણાશે.

પરંતુ 6 તારીખે કરાચી ઉપરથી પસાર થનાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજ્યમાં મોટા માવઠાનો માહોલ ઉભો કરશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઓમાનથી છેક રાજસ્થાન સુધી એક મોટો વરસાદી વાદળનો બેલ્ટ બનશે. એટલે કે મોટા વિસ્તારમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાશે.

આ દરમિયાન અરબસાગર ઉપરથી આવતા પવનો આ સર્ક્યુલેશનને ખૂબ જ મોટા પ્રમાણમાં ભેજ પૂરક કરશે. જેને અનુસંધાને 5 જાન્યુઆરીથી હવામાનમાં મોટો પલટો જોવા મળશે. જેમાં ખાસ કરીને 5 જાન્યુઆરીથી પશ્ચિમ કચ્છથી હવામાનમાં મોટી અસ્થિરતાનો માહોલ ઉભો થશે. અને છાંટા છૂટીની શરૂઆત થશે. પરંતુ 6 તારીખ અને 7 જાન્યુઆરી દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં માવઠાનો માહોલ ઉભો થશે. જેમાં સૌથી વધુ અસર ઉત્તર-પશ્ચિમ કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં મોટી અસ્થિરતા જોવા મળશે. આ વિસ્તારોમાં માવઠાનો મોટો માહોલ ઉભો થશે.

https://weathertv.in/weather-samachar/

પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ જિલ્લાના અમૂક વિસ્તારોમાં સૌથી વધુ શક્યતા. તો પશ્ચિમ સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર-પશ્ચિમ કચ્છ જેમાં કચ્છના રણમાં પણ મોટું માવઠું જોવા મળશે. આમ તો સમગ્ર રાજ્યમાં માવઠાનો માહોલ ઉભો થશે.

પરંતુ ઉપર જણાવેલા વિસ્તારોમાં સૌથી મોટી ઇફેક્ટ જોવા મળશે. જેમાં અમુક અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ જોવા મળશે. મોડેલોની સ્ટાન્ડર્ડ ઉપર નજર કરીએ તો, સૌથી વધુ ઇફેક્ટ દર્શાવતા વિસ્તારોમાં એક ઇંચથી પણ વધુ વરસાદ જોવા મળી શકે છે. 6 અને 7 જાન્યુઆરી માવઠાની મુખ્ય તારીખો રહેશે. આ તારીખોમાં રીતસર ચોમાસા જેવા વાતાવરણનો અનુભવ થશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તીવ્રતા આ સિઝનમાં આવેલા બધા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કરતા સૌથી વધુ હશે. હમણાં શિયાળુ પિયતમાં પિયત આપવાનું બને તો ટાળવું. સાથે સાથે ખેતરમાં પડેલા પાલાના ઢગલાઓને ઢાંકી દેવા. અથવા યોગ્ય સ્થળે સ્થળાંતર તેમનું કરી દેવું. જેથી મોટી નુકસાનીમાંથી જગતનો તાત બચી જાય.

તો મિત્રો હવામાનને લગતી આ પોસ્ટને વધુમાં વધુ શેર કરજો. જેથી બીજા મિત્રો સુધી આવનારી હવામાનની પરિસ્થિતી અંગે સમયસર જાણકારી મળી જાય. સાથે સાથે અમારી આ વેબસાઈટ Weather Tv ને તમારા મોબાઇલ ફોનમાં સેવ કરી લેવી. જેથી તમને હવામાન અંગેની માહિતી સમયસર મળી જાય. બધા જ મિત્રોનો ખુબ ખુબ આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!