મિત્રો બંગાળની ખાડીમાં બે દિવસ પહેલા બનેલું લો પ્રેસર ધીરે ધીરે મજબૂત થઈને હવે ડિપ્રેશનમાંથી મોચા વાવાઝોડામાં ફેરવાયું છે.
આ વાવાઝોડું તીવ્ર કક્ષાના વાવાઝોડામાં ફેરવાઈ રહ્યું છે. જેની ભયંકર અસર અંદમાન નિકોબાર દીપ સમુદ્ર સહિત બધા ટાપુઓમાં જોવા મળી રહી છે. ત્યા ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.
મિત્રો આ વાવાઝોડું હજુ પણ મજબૂત થઇને પોતાનો ટ્રેક ઉત્તર ઉત્તર પૂર્વનો લેશે. આ વાવાઝોડું 14 મેની વહેલી સવારે મ્યાનમારના કાંઠા ઉપર ટકરાય તેવા ચાર્ટ હવામાનના મોડલોમાં જોવા મળી રહ્યા છે.
જોકે આ વાવાઝોડાની અસર પશ્ચિમ બંગાળમાં જોવા મળી શકે કેમકે આ મોચા વાવાઝોડાથી પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ પડી શકે. મોચા વાવાઝોડાની અસર ગુજરાતમાં ખાસ જોવા મળશે નહીં ગુજરાતના હવામાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં.
મિત્રો મોચા વાવાઝોડું પસાર થઈ ગયા બાદ ચોમાસું વહેલું સેટ થશે કે મોડું સેટ થશે એનો અંદાજ આ સિસ્ટમ વિખેરાઈ ગયા પછી સ્પષ્ટ થશે. જોકે આ અંગેની નિયમિત અપડેટ આપણે અહીં આપતા રહેશું તો અમારી વેબસાઈટ સાથે જોડાયેલા રહેજો.