વાવાઝોડું મોચા : cyclone forecast

મિત્રો ચોમાસું નજીક આવી રહ્યું છે આવી પરિસ્થિતિમાં બંગાળની ખાડીમાં મોચા નામનું વાવાઝોડું બની રહ્યું છે. આ વાવાઝોડું કઈ દિશા તરફ ટકરાશે તે અંગેની સંપૂર્ણ વાત આ પોસ્ટમાં કરીશું.

મિત્રો જ્યારે જ્યારે જૂન મહિનો નજીક આવતો જાય ત્યારે ત્યારે ખાસ કરીને અરબ સાગર અને બંગાળની ખાડીમાં મોટી સિસ્ટમની એક્ટિવિટી જોવા મળતી હોય છે.

તો છેલ્લા બે દિવસથી અંદમાન નિકોબારની દક્ષિણે એક સર્ક્યુલેશન બન્યું છે. અને આ સર્ક્યુલેશન ધીરે ધીરે મજબૂત થઈ અને વાવાઝોડામાં ફેરવાઈ રહ્યું છે. આ વાવાઝોડાનું નામ કરણ મોચા રાખવામાં આવશે.

2023 નું ચોમાસું કેવું રહેશે એ અંગેની માહિતી નીચેની લીંકમાં આપવામાં આવી છે.

હવામાનના વિવિધ મોડલ ઉપર આ મોચા વાવાઝોડાનો ટ્રેક જોઈએ તો, આ મોચા વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવા મળશે નહીં. કેમ કે આ વાવાઝોડું બાંગ્લાદેશ અથવા તો મ્યાનમારના કાંઠા ઉપર ટકરાય એવી સંભાવનાઓ જોવા મળી રહી છે.

મિત્રો આ વાવાઝોડું તીવ્ર કેટેગરીનું હશે. જ્યારે કિનારા ઉપર આ વાવાઝોડું ટકરાશે ત્યા મોટી નુકસાનીનો સામનો કરવો પડશે.

જોકે આ અંગેની નિયમિત અપડેટ આપણે અહીં આવતા રહેશું તો અમારી સાથે જોડાયેલા રહેજો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!