મિત્રો આજની પોસ્ટમાં સંભવિત વાવાઝોડું cyclone forecast અંગે વાત કરીશું. ગઈકાલે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. તો આજે પણ વરસાદની એક્ટિવિટી ચાલુ રહેશે.
આજે પણ સમગ્ર રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં બપોર બાદ અથવા મોડી સાંજે ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી thunderstorm activity રાજ્યના ઘણા વિસ્તારોમાં જોવા મળશે.
જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના પણ છુટા છવાયા વિસ્તારોમાં આજે માવઠાના વરસાદની સંભાવના જણાઈ રહી છે.
મિત્રો GFS મોડલની અપડેટ મુજબ 9મી મેની આજુબાજુ બંગાળની ખાડીમાં એક તીવ્ર cyclone વાવાઝોડું બને એવી અપડેટના ચિત્રો હવામાનના મોડલમાં જોવા મળી રહ્યા છે.
આ સંભવિત વાવાઝોડાની અસર હાલના ટ્રેક cyclone track મુજબ ગુજરાતમાં રહેશે નહીં. છતાં પણ આ એક લાંબાગાળાનું ફોરકાસ્ટ હોવાથી ટ્રેક બાબતે હજુ ફિક્સ પણ ગણી ન શકાય.
આ અંગેની નિયમિત અપડેટ અમે Weather Tv વેબસાઈટના માધ્યમથી આપતા રહીશું તો અમારી સાથે જોડાયેલા રહેજો આભાર.