જુનમાં ઉતરતા વાવણી અને ઓગસ્ટ પછી હેલી. મિત્રો છેલ્લા 5 વર્ષથી ખગોળશાસ્ત્રનો અભ્યાસ કરયા બાદ જેની આગાહી લગભગ 99% ની આજુબાજુ સત્ય સાબિત થઈ રહી છે એવા ટંકારા તાલુકાના કિશોરભાઈ ભાડજાની આગાહી મુજબ આ વર્ષનું ચોમાસું કેવું રહેશે?
એ અંગેની વાત કરીયે તો કિશોરભાઈ ભાળજાની આગાહી મુજબ 2023 નું વર્ષ સ્થિરતા વાળુ હશે. આ વર્ષનું ચોમાસું બે દિશા તરફ આગળ વધી રહ્યું છે. એક સારું અને એક નબળું કેમકે આ વર્ષે ચૈત્ર મહિનામાં રાત્રે ઠંડી પડી છે એ એક આવનારા ચોમાસા માટે નબળી નિશાની ગણી શકાય.
મિત્રો કિશોરભાઈની આગાહી મુજબ આ વર્ષે અમુક વિસ્તારમાં ખંડ વૃષ્ટિ થશે તો અમુક વિસ્તારોમાં અતિવૃષ્ટિ થશે. આદ્રા નક્ષત્ર બેસતા એટલે કે 22 જૂનથી અમુક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે.
જ્યારે આદ્રા નક્ષત્ર ઉતરતા એટલે કે જુનમાં 29 જૂનથી સાર્વત્રિક વાવણીલાયક વરસાદનો રાઉન્ડ આવશે. આ રાઉન્ડમાં જે વિસ્તારમાં વરસાદની ખેંચ હશે ત્યાં આખું વર્ષ વરસાદની ખેંચ રહેશે. એટલે આ રાઉન્ડ આ વર્ષના ચોમાસાનો મુખ્ય આધાર ગણાશે.
પુર્નવસું નક્ષત્રમાં પણ સારો આવશે. પુષ્ય નક્ષત્રમાં 29 જુલાઈથી વધુ એક સારો રાઉન્ડ આવશે.
અખાત્રીજના પવનને આધારે આવનારું ચોમાસું કેવું રહેશે? તે અંગેની માહિતી નીચેની લીંકમાં આપવામાં આવી છે.
આશ્લેષા નક્ષત્રમાં 7 ઓગસ્ટથી 14 ઓગસ્ટ દરમિયાન મેઘો મંડાશે. મઘા નક્ષત્રમાં તારીખ 17 ઓગસ્ટથી ત્રણ દિવસ આકાશી અમીછટાણા વરસશે.
જ્યારે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં એટલે કે 31 ઓગસ્ટથી વરસાદનો 8 દિવસનો રાઉન્ડ આવશે અને હેલી થશે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં 15 સપ્ટેમ્બરથી 10 દિવસનો રાઉન્ડ આવશે આ રાઉન્ડ ખૂબ જ સારો હશે.