ખેડૂત મિત્રો આ વર્ષે જે માવઠા થયા છે એ બધા Round કરતા ફરીથી આ વર્ષનો સૌથી મોટા માવઠાનો માહોલનો round આવતા દિવસોમાં આવી રહ્યો છે. જે ખેતરમાં વવાયેલા ઉનાળુ પાકો માટે માઠા સમાચાર ગણી શકાય.
આ વર્ષે એક પછી એક માવઠાના સતત round આવી રહ્યા છે. જે એક ખરેખર માઠા સમાચાર ગણી શકાય. છેલ્લા બે દિવસથી global modelની અપડેટ મુજબ આવનારા દિવસોમાં ગુજરાતમાં ફરીથી એક મોટા માવઠાની સંભાવના ઊભી થઈ છે.
જાણે કે ગુજરાત ઉપર કોઈ મોટી સિસ્ટમ આવી રહી છે એવા મોડલો અપડેટ થઈ રહ્યા છે. ફરીથી એક મોટા માવઠાની શક્યતા 30 એપ્રિલથી 5 મે દરમિયાન ઉભી થઈ શકે છે.
કેમકે આ દિવસો દરમિયાન આરેબિયન કન્ટ્રી બાજુથી આવનારા એક ભયંકર Western disturbance ની સીધી અસર ઉત્તર-પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળશે.
જો આ ચિત્ર સ્પષ્ટ બને તો સમગ્ર રાજ્યમાં એક ભયંકર વરસાદનો round જોવા મળી શકે. આ માવઠાનો રાઉન્ડ એટલો તીવ્ર હશે કે નદી નાળા પણ વહી શકે.
જો કે મિત્રો હજી આ પરિસ્થિતિ 100% સત્ય પણ ન ગણી શકાય કેમ કે હજી આ એક લાંબા ગાળાની અપડેટ ગણાય એટલે હાલ માત્ર આ સંભાવના 40 થી 50% ગણવી.
છેલ્લા બે દિવસથી અપડેટ થઇ રહેલ મોડલની અપડેટ મુજબ આ પરિસ્થિતિને સાવ નકારી પણ ન શકાય.