મિત્રો મૃગશીર્ષ નક્ષત્રમાં પણ ક્યારેક ગુજરાતમાં વાવણી લાયક વરસાદ જોવા મળતો હોય છે પરંતુ મૃગશીર્ષ નક્ષત્રને ચોમાસાનું નક્ષત્ર ગણવામાં આવતું નથી કેમ કે ચોમાસાની શરૂઆત આદ્રા નક્ષત્રથી થાય છે.
મૃગશીર્ષ નક્ષત્રમાં પવનનું જોર વધુ રહેતું હોય. એમાં પણ મૃગશીર્ષ નક્ષત્રના પ્રથમ પાયામાં જો સળંગ ત્રણ દિવસ અગ્નિ ખૂણાનો પવન ફૂંકાય તો, મોટેભાગે આદ્રા નક્ષત્રના પ્રથમ બે પાયામાં વરસાદ જોવા મળતો નથી. આદ્રા નક્ષત્ર ઉતરતા વરસાદી હવામાન ઉભું થતું હોય છે.
મિત્રો આદ્રા નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ એટલે વર્ષાઋતુની શરૂઆત. આદ્રા નક્ષત્રને સ્થિર કોટીનું નક્ષત્ર ગણવામાં આવ્યું છે.
ચોમાસુ કેવું જશે એની વધુ ખાતરી કરવા સૂર્યનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ જો ત્રીજ, ચોથ, આઠમ કે નોમના દિવસે થાય તો, વરસાદનું પ્રમાણ ઓછું રહી શકે માટે આ તિથિઓ અશુભ ફળ આપનારી છે.
બાકીની તિથિઓમાં સૂર્યનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ શુભ ફળ આપનારી છે અને વરસાદી માહોલ પણ સારો ઉભો થાય. બીજુ આદ્રા નક્ષત્રમાં સૂર્યના પ્રવેશકાળ સમયે રવિવાર, મંગળવાર કે શનિવાર હોય તો, તે અશુભ ફળ આપનાર છે અને વરસાદનું પ્રમાણ પણ ઓછું જોવા મળી શકે.
જ્યારે સોમ, બુધ, ગુરુ કે શુક્રવારે સૂર્યનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ ખૂબ જ શુભ ફળ આપનાર છે અને વરસાદી માહોલ પણ આ નક્ષત્ર દરમિયાન સારો જોવા મળી શકે.
તો મિત્રો આ વર્ષે સૂર્યનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ 22 જૂન અષાઢ સુદ ચોથને ગુરુવારે સાંજના સમયે થશે. સૂર્ય આ નક્ષત્રમાં પ્રવેશ કરશે ત્યારે આ નક્ષત્રનું વાહન ઘેટાનું છે.
તો આ વર્ષના ફળ મુજબ આ નક્ષત્ર દરમિયાન વંટોળ વાવાઝોડા ફુકાય ક્યાંક વરસાદ થાય તો ક્યાંક વધારે પડતી ધૂળની ડમરીઓનું પ્રમાણ આ નક્ષત્રમાં જોવા મળે.
ટૂંકમાં મિત્રો આ વર્ષના આદ્રા નક્ષત્રના સમયકાળ દરમિયાન સારા અને મિશ્રયોગનું સંયુક્ત સંયોજન જોવા મળી રહ્યું છે એટલે વરસાદનું પ્રમાણ પણ મધ્યમ રહી શકે.