મિત્રો ચોમાસું 2023 કેવું રહેશે? આ વર્ષે વિક્રમ સવંત 2079 ના વર્ષનું રાજાદિ ફળ શું છે? એ અંગેની વાત આ પોસ્ટમાં કરીશું.
મિત્રો ભારતીય પંચાગ મુજબ આ વર્ષનો રાજા બુધ છે. બુધ રાજા હોવાથી પૃથ્વી જળમય બને. ઘરે ઘરે લોકો સુખી તેમજ આનંદી થાય. ધન ધાન્યની વૃધી થાય. જળથી પૃથ્વી તૃપ્ત થાય તેમજ ગાયો આનંદિત રહે.
આ વર્ષનો મંત્રી શુક્ર હોવાથી ગાયો વધુ દૂધ આપે. પૃથ્વી ઉપર ધાન્ય સસ્તુ થાય. સર્વ વૃક્ષો ફળ ફળાદીથી પૂર્ણ થાય. તો પ્રજામાં રોગચાળો વધે તો કોઈ કોઈ વિસ્તારોમાં તીડનો પણ ભય રહે.
ભારતીય પંચાગ મુજબ આ વર્ષે મેઘેશ ગુરૂ હોવાથી પૃથ્વી ધન ધાન્ય તેમજ વરસાદથી તૃપ્ત થાય. સર્વત્ર વરસાદ સારો થાય. યુદ્ધેશ ગુરુ હોવાથી પૃથ્વી ઉપર ધાર્મિક યજ્ઞકકાર્યો પણ સારા થાય અને પ્રજા સુખી થાય.
આ વર્ષના પંચાગ મુજબ રસાધિપતિ મંગળ હોવાથી સર્વ રસના પદાર્થો મળવા દુર્લભ બને એટલે કે મોંઘા થાય.આ વર્ષે વ્યાપારેસ મંગળ હોવાથી પરવાળા, લાલ વસ્ત્રો, લાલ ચંદન, તાંબુ વગેરે મોંઘા થાય. ધાન્ય મોંધા થાય તો ચોરીનો વધુ ભય રહે એવો ઉલ્લેખ પંચાગમાં જોવા મળી રહ્યો છે.
મિત્રો વ્યવારેશ ગુરુ હોવાથી પૃથ્વી ઉપર બધા જ લોકો સુખી થાય. ધંધાની વૃદ્ધિ થાય. પૃથ્વી જળથી તૃપ્ત થાય.મેઘનું નામ વાયુ.રોહિણીનો તટ વાસ.અને મેઘ નિવાસ ધોબીને ઘરે હોવાથી આ વર્ષ જળથી તૃપ્ત થાય સર્વત્ર સારો વરસાદ થાય. પ્રજા સુખી થાય તેમજ ધન ધાન્યની વૃદ્ધિ થાય.
નોંધ : મિત્રો આ માહિતી આ વર્ષના પંચાગ ઉપરથી લેવામાં આવી છે આ માહિતી Weather Tv વેબસાઈટની નથી. જેની ખાસ નોંધ લેવી.