મિત્રો 12 એપ્રિલે બીજું દનૈયું હતું. 12 એપ્રિલ દરમિયાન ગરમીનો ખૂબ જ સારો માહોલ સમગ્ર રાજ્યમાં જોવા મળ્યો હતો. બીજું દનૈયું તપીયું વાવણીનો વરસાદ monsoon prediction.
12 એપ્રિલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં high level cloud નું પણ કવર જોવા મળ્યું હતું જે એક સારી નિશાની ગણી શકાય. મિત્રો બીજું દનૈયું એટલે આદ્રા નક્ષત્ર.
એ મુજબ 12 એપ્રિલનું ખૂબ જ સારું ગયું હતુ. એ મુજબ ચોમાસાના નક્ષત્રની વાત કરીએ તો આદ્રા નક્ષત્રમાં સમગ્ર રાજ્યમાં વાવણી લાયક વરસાદ જોવા મળી શકે. કેમ કે બીજું દનૈયું ખૂબ જ સારું તપ્યું હતું અને ક્યાંય પણ છાંટા છૂટી થયા ન હતા.
આ ઉપરથી પ્રાચીન વર્ષા વિજ્ઞાન મુજબ આદ્રા નક્ષત્રમાં ભરપૂર વરસાદ જોવા મળી શકે.
મિત્રો મે મહિનાની 11 તારીખે સૂર્યનો કૃતિકા નક્ષત્રમાં પ્રવેશ થશે. આ નક્ષત્ર 23 મે સુધી રહેશે. આ નક્ષત્રમાં જો છાટા છૂટી વાદળ વીજળી જોવા મળે તો ખૂબ જ સારી નિશાની ગણાય અને ચોમાસું 16 આની સાબિત થાય.
કેમ કે જો આ નક્ષત્રમાં વરસાદ થાય તો વર્ષ દરમિયાન બનેલા બધા જ ખરાબ દોષોનું ધોવાણ થાય છે અને આવનારું ચોમાસું પણ ખૂબ જ સારું સાબિત થાય. નદીનાળા છલકાય ધન ધાન્યના ઢગલા થાય એવો ઉલ્લેખ પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જોવા મળે છે.