મિત્રો કૃતિકા નક્ષત્ર બેસવાની સાથે જ ચોમાસાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ જતું હોય છે. કેમકે કૃતિકા નક્ષત્ર બેસવાની સાથે હવામાન કેવું હોય? એના ઉપરથી આવનારા ચોમાસાનો અંદાજ મળી જતો હોય છે.
જેમ કે પ્રાચીન વર્ષા વિજ્ઞાન મુજબ કૃતિકા નક્ષત્રમાં છાંટા છૂટી કે વાદળ વીજળી થાય તો આવનાર ચોમાસું સારું સાબિત થાય. ત્યારબાદ ભરણી નક્ષત્ર અને ત્યારબાદ રોહિણી.
મિત્રો રોહિણી નક્ષત્ર દરમિયાન આકાશ સ્વચ્છ રહેવું જોઈએ. ગરમીનો માહોલ હોવો જોઈએ કેમ કે જો રોહિણી નક્ષત્રમાં વરસાદ પડે તો, ચોમાસામાં તેની વિપરીત અસર જોવા મળે છે. ત્યારબાદ મૃગશીર્ષ.
આ નક્ષત્રમાં ધૂળની ડમડીઓ વધુ ઉડતી જણાતી હોય છે અને પવનનું જોર વધુ પડતુ જોવા મળતું હોય છે. ક્યારેક મૃગશીર્ષ નક્ષત્રમાં પણ વાવણી લાયક વરસાદ પડી જતો હોય છે. પરંતુ ચોમાસાની શરૂઆત આદ્રા નક્ષત્રનીથી થાય છે.
મિત્રો આ માહિતી આ ચોમાસા દરમિયાન ખૂબ જ ઉપયોગી થશે કેમકે કયા નક્ષત્રમાં શું વાહન છે? કઈ તારીખે અને કયા સમયે બેસે છે? તેની સંપૂર્ણ માહિતી ઉપરની લીંકમાં રજૂ કરવામાં આવી છે.
તો મિત્રો આ પોસ્ટને વધુમાં વધુ શેર કરજો જેથી ગુજરાતના બીજા ખેડૂતો માટે પણ આ માહિતી ઉપયોગી પુરવાર થાય. બધા જ મિત્રોનો ખુબ ખુબ આભાર.