ગુજરાતનો ખેડૂત હજી ગયા માવઠાનો માર સહન કરીને બેઠો પણ થયો નથી. ત્યાં તો Western disturbance ની અસરથી માવઠાના બીજા રાઉન્ડનું સંકટ રાજ્ય ઉપર તોડાઈ રહ્યું છે મિત્રો આ પરિસ્થિતિનું મુખ્ય કારણ Western disturbance છે.
ઉત્તર ભારતમાં પસાર થઈ રહેલું Western disturbance ની અસરથી આકાર લઇ રહેલું circulation ની સીધી અસર રાજ્યના હવામાન ઉપર થશે.
મિત્રો આ વર્ષનો ઉનાળો જાણે બેઠો જ ન હોય એવો અનુભવ થઈ રહ્યો છે. કેમકે એક પછી એક જે Western disturbance પસાર થઈ રહ્યા છે. તેની સીધી અસર રાજ્યના હવામાન ઉપર થઇ રહી છે.
રાજ્યમાં એક પછી એક માવઠાનો માહોલ ઉભો થઈ રહ્યો છે. જોકે આની વિપરીત અસર આવનારા ચોમાસામાં પડશે એવું અત્યારથી ચોક્કસ ગણી ન શકાય. કેમ કે ભાવ વરસે El nino પોતાનું વર્ચસ્વ બતાવી રહ્યો છે.
ભારતના ચોમાસાને મુખ્ય અસર કરતું પરિબળ Indian ocean dipole જે પશ્ચિમ ભારતના ચોમાસાને સક્રિય બનાવે એવા અણસાર આપી રહ્યો છે.
મિત્રો આવનારા ચોમાસા અંગેની નિયમિત અપડેટ અમે Weather Tv વેબસાઈટની માધ્યમથી આપતા રહીશું તો અમારી વેબસાઈટ સાથે જોડાયેલા રહેજો આભાર.