મિત્રો ચોમાસામાં જેમ વરસાદના એક પછી એક રાઉન્ડ આવતા હોય એવું જ ઉનાળાની સિઝનમાં બની રહ્યું છે. કેમકે ઉનાળાની શરૂઆત હજી આકરા તાપ સાથે થઈ નથી ત્યાતો ઉનાળામાં માર્ચ મહિનામાં એક પછી એક માવઠાના રાઉન્ડ આવી રહ્યા છે.
જે એક મીની ચોમાસાની અનુભૂતિ અપાવે છે. માર્ચ મહિનામાં 10 થી 12 દિવસનો માવઠાનો રાઉન્ડ ગયા બાદ પણ હજી આવનારા દિવસોમાં ફરીથી એક માવઠાનું નવું સંકટ ઉભું થઈ રહ્યું છે.
મિત્રો આ વર્ષે Western disturbance ની ચાલ આવળી જણાઈ રહી છે. એક પછી એક આવી રહેલા Western disturbance રાજસ્થાનમાંથી પસાર થઈ રહ્યા છે. જેની સીધી અસર રાજ્યના હવામાનમાં જોવા મળી રહી છે અને તેની અસરથી અસ્થિરતાનો માહોલ ઉભો થઈ રહ્યો છે.
આ પરિસ્થિતિની પરિણામ સ્વરૂપ રાજ્યમાં માવઠાના માહોલ આવી રહ્યા છે. ખેડૂતોના મનમાં એક જ સવાલ થઈ રહ્યો છે કે, આ એક પછી એક માવઠાના રાઉન્ડ આવનારા ચોમાસામાં અવરોધ ઊભો કરશે કે શું? મીત્રો લાંબાગાળાના મોડેલ મુજબ ચોમાસું સારું જશે એવું જણાઈ રહ્યું છે.
જોકે આ અંગેની માહિતી અમે નિયમિત આ વેબસાઈટના માધ્યમથી આપતા રહેશું તો અમારી વેબસાઈટ Weather Tv સાથે જોડાયેલા રહેજો આભાર.