માર્ચ મહિનાના માવઠાના મોટા રાઉન્ડે જાણે ઋતુચક્ર ચેન્જ કરી નાખ્યું હોય એવો અહેસાસ થઈ રહ્યો છે. કેમ કે હાલમાં ચાલી રહેલા માવઠાનો આવડો મોટો રાઉન્ડ માર્ચ મહિનામાં આપણે ભૂતકાળમાં આવું ચિત્ર જોયું નથી.
કેમકે આ વર્ષે એક પછી એક ઉનાળામાં આવનારા વેસ્ટર્ન ડીસ્ટબન્સ રાજસ્થાનની આજુબાજુથી પસાર થઈ રહ્યા છે. જેની સીધી ઇફેક્ટ ગુજરાત રાજ્ય ઉપર પડી રહી છે. આવી પરિસ્થિતિથી રાજ્યમાં માવઠાનો માહોલ ઉભો થઈ રહ્યો છે.
જોકે આ રાઉન્ડમાં માવઠાનો કોઈ વિસ્તાર બચ્યો નથી, કેમકે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ કચ્છ ઓલ ઓવર રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારમાં માવઠાનો રાઉન્ડ ચાલી રહ્યો છે. અને હજુ પણ આ રાઉન્ડનું સંકટ 24 તારીખ પછી હળવું બનશે.
મિત્રો ગ્લોબલ મોડલની લાંબા ગાળાની અપડેટ મુજબ 31 માર્ચથી 5 એપ્રિલ દરમિયાન ફરીથી એક માવઠાના નવા રાઉન્ડનું ચિત્ર હવામાનના મોડલોમાં જોવા મળી રહ્યુ છે. માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં આવનારું વેસ્ટર્ન ડીસ્ટબન્સ મજબૂત માત્રાએ પસાર થશે. જેની ઇફેક્ટથી રાજ્યમાં ફરીથી એક માવઠાનો મોટો રાઉન્ડ આવી શકે.
જો કે હજી આ forecast લાંબાગાળાની ગણી શકાય. ટૂંકમાં પરિસ્થિતિમાં થોડો જાજો ફેર બદલાવ જોવા મળી શકે. પરંતુ લાંબા ગાળાના ફોરકાસ્ટ મોડલમાં બતાવી રહેલા નવા માવઠાના રાઉન્ડને પણ સાવ હળવા મૂડમાં લેવું નહીં.
કેમકે ખેડૂતોને જો આવનારી પરિસ્થિતિનો થોડો જાજો અંદેશો મળી જાય તો, પોતાના ખેતીકારીઓમાં આગોતરું આયોજન ગોઠવી શકે. તો મિત્રો હવામાન અંગેની નિયમિત અપડેટ અમે અહીં આપતા રહીશું તો અમારી વેબસાઈટ Weather Tv સાથે જોડાયેલા રહેજો.