મિત્રો ખેતી કાર્ય ફટાફટ પુરા કરજો, કેમકે ફરીથી એક માવઠાનો નવો રાઉન્ડ આવી રહ્યો છે. ઉનાળો બેસતા જ આ વર્ષે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાંથી પસાર થઈ રહ્યા છે.
આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ટ્રેક વધુ પડતા રાજસ્થાન તરફ દક્ષિણમાંથી ક્રોસ થાય છે. એટલે તેની સીધી અસર રાજ્યના હવામાન ઉપર જોવા મળે છે. રાજ્યનું હવામાન અસ્થિર થાય છે અને એક પછી એક માવઠાના રાઉન્ડ આ વર્ષે જોવા મળી રહ્યા છે.
મિત્રો થોડાક દક્ષિણમાંથી પસાર થતા વેસ્ટર્ન ડીસ્ટબન્સની અસરથી રાજ્યના હવામાનમાં અચાનક પલટો જોવા મળે છે. જેનું મુખ્ય કારણ અપર લેવલે તેમજ મીડ લેવલે ભેજની માત્રામાં વધારો થાય છે. અને પવનની દિશા પણ અસ્તવ્યસ્ત બને છે.
આવી પરિસ્થિતિમાં હવામાન વાદળછાયુ બને છે અને અમુક અમુક વિસ્તારોમાં માવઠાનો સામનો કરવો પડે છે. તો આવનારું માવઠું પણ ગયા માવઠું જેવું જ તાકાતવર હાલ હવામાનના મોડલોમાં જણાવી રહ્યું છે.
માટે ખાસ કરીને 16 માર્ચથી 20 માર્ચના સમયગાળા દરમિયાન માવઠાની સંભાવના હોવાથી ખેતી કાર્યો ફટાફટ પતાવી દેવા જેથી મોટી નુકસાની માંથી બચી શકાય.