મિત્રો આજથી ભાદરવાનું સાચું રૂપ જોવા મળી રહ્યું છે. આજથી હાથીયા નક્ષત્રનો શુભારંભ થશે.
ખેડૂતોની ટૂંકી મુદતની મગફળી પાથરે પડી છે. તો કઠોળ પણ પાકી ચુક્યા છે. મોટેભાગે હાથીયા નક્ષત્રમાં થતા વરસાદથી ખેડૂતોને મોટી નુકસાની ભોગવવાનો વારો આવે છે.
મિત્રો આ વરસાદની એક્ટિવિટી પહેલી ઓક્ટોબર સુધી ચાલુ રહે એવું જણાઈ રહ્યું છે. વરસાદની એક્ટિવિટીનું મુખ્ય કારણ અપર લેવલે પવનોની અસ્થિરતા છે.
તેમ જ અલગ અલગ લેવલે ભેજમાં પણ મોટી અસ્થિરતા જોવા મળી રહી છે. એક uac અરબસાગરમાં છવાયેલું છે. પરંતુ એ uac બહુ ભેજ જોવા મળી રહ્યો નથી.
પરંતુ મંડાણી વરસાદનું મુખ્ય કારણ અપર લેવલે અસ્થિરતા ગણી શકાય. મિત્રો આવનારા દિવસોની વાત કરીએ તો, ખાસ કરીને પૂર્વ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વધુ રહેશે.
પૂર્વ ગુજરાત સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભાવનગર, બોટાદ, મહુવા, તળાજા વાળી પોસ્ટલ પટ્ટી તેમજ ગીર સોમનાથ જિલ્લામાં વધુ શક્યતા રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચથી છેક વલસાડ સુધી વરસાદની એક્ટિવિટી વધુ રહેશે.
આ વિસ્તારોમાં શક્યતા વધુ છે પરંતુ બાકીના વિસ્તારો એટલે કે પશ્ચિમ સૌરાષ્ટ્ર, મધ્ય સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે.
પરંતુ પૂર્વ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતની સરખામણીમાં મંડાણી વરસાદની સંભાવના ઓછી રહેશે.