ખેડૂતોની નજર હંમેશા નક્ષત્રોની વાત કરીએ તો, 2 નક્ષત્ર ઉપર ખાસ રહેતી હોય છે. એક તો ચોમાસાનું પ્રથમ નક્ષત્ર આદ્રા નક્ષત્ર અને બીજું નક્ષત્ર છે હાથીયો.
આ નક્ષત્રને ચોમાસાનું આમ તો છેલ્લું નક્ષત્ર ગણી શકાય. હસ્ત નક્ષત્ર જેને આપણે દેશી ભાષામાં હાથીયો કહીએ છીએ. મિત્રો હસ્ત નક્ષત્રમાં ગર્જના વધુ હોય છે.
કહેવાય છે કે, હાથિયો વરશે તો ઘઉંનો પાક સારો થાય છે. અને કહેવત પણ છે કે “જો વરશે હાથીયો તો મોતીએ પુરાઈ સાથીયો” અને “હાથીઓ ગાજે તો તીડ ભાગી જાય” આવી બધી કહેવતો લોકપ્રચલિત છે.
મિત્રો હાથીયા નક્ષત્રનું રૂપ કેવું હોય એ આપણે બધાને ખબર છે. કેમ કે આ નક્ષત્રમાં પ્રચંડ કડાકા અને ભડાકા સાથેનો વરસાદ જોવા મળતો હોય છે.
જોકે હસ્ત નક્ષત્રના પ્રથમ પાયામાં જો વરસાદની ગર્જના થાય તો. સામા વર્ષનો કોલ પણ મળે છે. એટલે કે સામુ આવતું વર્ષ ખૂબ જ સારું સાબિત થાય છે. આ એક લોકવાયકા વર્ષોથી પ્રચલિત છે.
તો મિત્રો સૂર્ય હસ્ત નક્ષત્રમાં પ્રવેશ 27 સપ્ટેમ્બરના રોજ થશે. સૂર્યનો હાથીયા નક્ષત્રમાં પ્રવેશ થશે ત્યારે તેમનું વાહન શિયાળનું છે. મંગળવારે પ્રવેશ થતો હોવાથી આ નક્ષત્રમાં વરસાદી માહોલ ઊભો થશે.
સૂર્યનો હસ્ત નક્ષત્રમાં પ્રવેશ બપોરે 12 અને 44 મિનિટે થશે. મિત્રો અર્ધ સંજોગ્યું આ નક્ષત્ર જ્યોતિષશાસ્ત્રમાં વર્ણવેલું છે. ટૂંકમાં આ નક્ષત્રમાં ગાજવીજ વાળો વરસાદ જોવા મળશે.
હસ્ત નક્ષત્રનો સમયગાળો અને હવામાનના મોડલો ઉપર નજર કરીએ તો, ગુજરાતમાં વરસાદી હવામાન જણાઈ રહ્યું છે.
ટૂંકમાં આ એક સંયોગ પણ કહી શકાય. કેમકે હવામાનના મોડલ મુજબ પણ 27 સપ્ટેમ્બરથી મોટી અસ્થિરતાના ચિન્હો હવામાનના મોડલોમાં જણાઈ રહ્યા છે.
હસ્ત નક્ષત્ર દરમિયાન જો વરસાદ થાય તો ખેડૂતોનો પાક પણ ખેતરમાં પાથરે પડ્યો હોય છે. એટલે જ ખેડૂતોને નુકસાનીનો પણ સામનો કરવો પડે છે.