માંગરોળના દરિયાની ઘટના : ભયંકર ટોર્નેડો જોવા મળ્યો

બધા જ મિત્રોનું સ્વાગત છે ગુજરાતના હવામાનની સાયન્સ આધારિત માહીતીની સાથે પ્રાચીન વર્ષા વિજ્ઞાન આધારિત તમામ માહિતી રેગ્યુલર આપતી આ વેબસાઈટ Weather Tv માં.

મિત્રો આજે આપણે એક અલૌકિક ઘટના વિશેની વાત કરવી છે. કેમકે ક્યારેક માન્યમાં ન આવે તેવી ઘટનાઓ બનતી હોય છે.

આવો જ એક કિસ્સો માંગરોળના દરિયામાં જોવા મળ્યો છે. ફિશિંગ બોટ માછીમારી કરી રહી હતી ત્યારે અચાનક જ દરિયામાં એક ગજબની ઘટના જોવા મળી હતી.

આ ઘટનાને કેમેરામાં તેઓએ કેદ કરી હતી. આ ઘટના હતી ટોર્નેડો. ભારતના દરિયામાં ભાગ્યે જ ટોર્નેડો જોવા મળે છે. જ્યારે અમેરિકામાં અવારનવાર ટોર્નેડો ઉદ્ભવતા હોય છે. ત્યાં આવી ઘટના સામાન્ય છે.

ઘણી વખત મેદાનમાં પણ આવી ઘટનાઓ બનતી હોય છે. ચોમાસા પહેલા સુરેન્દ્રનગરના હળવદ પંથકમાં પણ આવો જ ટોર્નેડો જોવા મળ્યો હતો.

રાજસ્થાનમાં પણ એક કિસ્સો ઉનાળમાં સામે આવ્યો હતો. પરંતુ આ ઘટના ભારતમાં ભાગ્ય જ બનતી હોય છે. જ્યારે અમેરિકામાં અવારનવાર બનતી હોય છે.

મિત્રો ગુજરાતના હવામાનની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી આ વેબસાઈટને તમારા મોબાઇલ ફોનમાં સેવ કરી લેજો. બધા જ મિત્રોનો આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!