મિત્રો શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે. તો શ્રાવણ મહિનામાં વરસાદ ગુજરાતમાં કેવો રહેશે? આવનારા દિવસોમાં આવતીકાલનું હવામાન કેવું રહેશે? એ અંગેની ટૂંકી માહિતી આ પોસ્ટના માધ્યમથી મેળવશું.
મિત્રો છેલ્લા ઘણા દિવસથી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. પરંતુ ગઈકાલથી વરસાદની એક્ટિવિટીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. તો આજે આપણે હવામાનના મોડલ આધારિત શ્રાવણ મહિનામાં વરસાદનું પ્રમાણ કેવું રહેશે? એ અંગેની માહિતી મેળવીએ.
શ્રાવણ મહિનામાં વરસાદ
મિત્રો છેલ્લા બે દિવસથી ગ્લોબલ મોડલમાં જે ચાર્ટ જોવા મળી રહ્યા છે, એ મુજબ આવનારા દિવસોમાં ગુજરાતમાં આવતીકાલનું હવામાન કેવું રહેશે? એ અંગે થોડું ચિત્ર સ્પષ્ટ કરીએ તો? આવનારા દિવસોમાં ગુજરાતમાં કોઈ વરસાદનો મોટો રાઉન્ડ આવે એવું હાલ લાગી રહ્યું નથી. ટૂંકમાં મિત્રો શ્રાવણ મહિનામાં પ્રથમ અખવાડિયામાં વરસાદની સંભાવના ઓછી જોવા મળી રહી છે.
ગુજરાત રિજીયનમાં આવતીકાલનું હવામાન
શ્રાવણ મહિનાના પ્રથમ પખવાડિયામાં ગુજરાત રિજીયનમાં વરસાદની સંભાવના વધુ જોવા મળશે. એટલે કે સૌરાષ્ટ્ર તેમજ કચ્છની કમ્પેરમાં ગુજરાત રિજીયનમાં આવતીકાલનું હવામાન એટલે કે આવનારા દિવસોનું હવામાન સૌરાષ્ટ્ર કચ્છ કરતા વરસાદી રહેશે. Gfs મેડલની ફ્રેશ અપડેટ મુજબ ગુજરાત રિજીયનમાં શ્રાવણ મહિનામાં વરસાદનું પ્રમાણ સારું એવું જોવા મળશે.
સમગ્ર ગુજરાત હવામાન સમાચાર
સમગ્ર ગુજરાત રાજ્યની વાત કરીએ તો, નજીકના દિવસોમાં બંગાળની ખાડીની કોઈ મોટી સિસ્ટમ સમગ્ર ગુજરાત રાજ્યના હવામાનને અસર કરે એવું હાલ નહિવત લાગી રહ્યું છે. ટૂંકમાં મિત્રો સૌરાષ્ટ્ર કચ્છમાં હળવા ભારે ઝાપટાનું પ્રમાણ જળવાઈ રહેશે. જ્યારે ઉત્તર ગુજરાત સહિત ગુજરાત રિજીયનમાં ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની એક્ટિવિટી જોવા મળશે.