હવે સૌર ઉર્જાનો સમય આવ્યો છે. કેમકે છેલ્લા કેટલાક વર્ષથી મોંઘવારી બેફામ વધી રહી છે. શરૂઆતમાં ગૃહિણીઓ માટે જે ગેસ સસ્તો હતો, તેનો ભાવ હવે ચરમ સીમાએ પહોંચ્યો છે. બીજી તરફ વીજળીના ભાવ પણ કુદકે અને ભૂસકે વધી રહ્યા છે. માટે આવનારા સમયમાં ગૃહણીઓ માટે આ બધી પરેશાનીથી છૂટવા માટેનો સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે, Solar Stove Yojana સોલાર સ્ટવ યોજના.
બાટલા અને વીજળીથી છુટકારો
દરેક ઘરમાં રસોઈ ત્રણ ટાઈમ નિયમિત રીતે થતી હોય છે. કેમકે આ એક પાયાની જરૂરિયાત છે. પહેલાના સમયમાં એલપીજી ગેસ ખૂબ જ સસ્તો હતો. બીજી તરફ વીજળીના ભાવ પ્રતિ યુનિટ ઓછા હતા. પરંતુ હવે ગેસ તેમજ વીજળી મોંઘી ડાટ થઈ ચૂકી છે. આવી પરિસ્થિતિ વચ્ચે હવે એક માત્ર વિકલ્પ રહ્યો છે, સોલાર સ્ટવ યોજના Solar Stove Yojana. આ યોજનાથી તમે દર મહિને ઓછામાં ઓછા 1000 રૂપિયા બચાવી શકશો.
કેમકે એક વખત Solar Stove Yojana સોલાર સ્ટવ લગાવ્યા બાદ લાઈફ ટાઈમ માટે ગેસ તેમજ વીજળીની ઉપાધિ ખતમ જશે. કેમ કે Solar Stove Yojana સોલાર સ્ટવ યોજનાથી તમે મંથલી સારી એવી બચત કરી શકશો. આ યોજના સામાન્ય માણસ માટે ખૂબ જ ઉપયોગી બનશે. કેમ કે સૂર્યના કિરણથી તમારા ઘરનો સ્ટવ હવે મુક્તમાં ચાલશે.
Solar Stove Yojana સોલાર ગેસ સ્ટવ યોજના
Solar Stove Yojana સોલાર ગેસ સ્ટવ યોજના અંગે વધુ માહિતી મેળવીએ તો, ભારતની મુખ્ય ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને સોલાર સ્ટવ બજારમાં મૂક્યો છે. કંપનીના દાવા મુજબ સોલાર સ્ટવ સૂર્યના કિરણો દ્વારા ચાર્જ થાય છે. અને રાત્રિ દરમિયાન પણ ઉપયોગમાં લઈ શકાય છે. સોલાર સ્ટવમાં સોલાર પેનલની એક જરૂર પડશે. આ સ્ટવને એક જ જગ્યાએ રાખી શકાય છે. આમ તો શિયાળામાં પણ આ સોલાર પેનલ ચાર્જ થાય છે. એટલે અતિ ઉંચા ટેમ્પરેચરની પણ જરૂરિયાત રહેતી નથી.
જો તમે આ Solar Stove સોલાર ગેસ સ્ટવ તમારા ઘરમાં વસાવવા માગતા હોવ તો, તમને બજારમાંથી આ સ્ટવ 16,000 થી 30,000 ની વચ્ચે મળી જશે. માત્ર એક વખત આ ખર્ચ કર્યા બાદ ફરીથી કોઈ મોટા મેન્ટેનન્સની પછી જરૂર પડતી નથી. સરકાર પણ Solar Stove Yojana સોલાર ગેસ સ્ટવ વસાવવા માટે સબસીડી પણ આપી રહી છે. ટૂંકમાં મિત્રો સરકારની સબસીડી બાદ કરતાં Solar Stove સોલાર ગેસ સ્ટવ તમને 10 થી 15 હજારમાં પડશે.
એક વખત Solar Stove સોલાર ગેસ સ્ટવ લગાવ્યા પછી મોંઘા ગેસ તેમજ મોંઘી વીજળીની સમસ્યા ખતમ થઈ જાય છે. દર મહિને તમે સારી એવી બચત પણ કરી શકશો. એક રીવ્યુ મુજબ ખાસ સોલાર Solar Stove સ્ટવનું આયુષ્ય દસ વર્ષનું માનવામાં આવે છે. એટલે દસ વર્ષ સુધી તમે મોટા ભારણ વગર મફતમાં રસોઈ કરી શકશો.
Disclaimer: આ પોસ્ટમાં સોલાર સ્ટવ આધારિત જે માહિતી અપડેટ કરવામાં આવી છે, તે Weather Tv વેબસાઈટની પર્સનલ માહિતી નથી. સોલાર સ્ટવ આધારિત આ માહિતી ઇન્ટરનેટના માધ્યમથી લેવામાં આવી છે. વાચકોને સોલાર સ્ટવ અંગેની સાચી માહિતી મળે એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે.