મિત્રો ગુજરાતમાં ચોમાસું ગઈકાલે થોડું આગળ વધ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુધી વધ્યું છે તો સૌરાષ્ટ્રની વાત કરીયે તો પોરબંદરની આજુબાજુના વિસ્તાર સુધી ચોમાસું રેખા પહોંચી ગઈ છે. તો આવનારા દિવસોમાં હવામાનનો રૂખ કેવો જોવા મળશે તેની સંપૂર્ણ વાત આ પોસ્ટમાં કરીએ.
છેલ્લા બે દિવસથી ગુજરાતના છૂટા છવાયા વિસ્તારોમાં થંડર સ્ટ્રોમ વાળો વરસાદ જોવા મળી રહ્યો છે. જોકે તેની માત્રા છુટી છવાઈ જણાઈ રહી છે. અમુક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ પણ થઈ ગયો છે તો, અમુક વિસ્તારો વાવણી વિહોણા પણ રહેલા છે.
તો મિત્રો ખાસ કરીને આ માહોલ 21 જૂન સુધી ચાલુ રહેશે. 21 જૂન દરમિયાન હજુ પણ રાજ્યના છૂટા છવાયા વિસ્તારોમાં ઓછીવત્તી વરસાદની એક્ટિવિટી જોવા મળશે. જેમાં સૌથી વધુ એક્ટિવિટી દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં વધુ જોવા મળશે. હવે રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો એક રાઉન્ડ આવી રહ્યો છે. તેની સંભાવના 22 જૂન પછી ગણી શકાય. કેમ કે ગ્લોબલ મોડલ છેલ્લા બે દિવસથી મજબૂત અપડેટ થઈ રહ્યું છે.
22 જૂનથી 30 જૂન દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે. જેમાં અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે. ઓલ ઓવર આ રાઉન્ડ સાર્વત્રિક વરસાદનો હશે. જેમાં વાવણી વિહોણા વિસ્તારોમાં વાવણી થઇ જશે. છેલ્લા બે દિવસથી મજબૂત રીતે અપડેટ થતાં global મોડલ મુજબ તેની લાંબા ગાળાની અપડેટમાં ઝાઝો ફરક આવશે નહી હાલ એવું લાગી રહ્યું છે.
ટૂંકમાં કહીએ તો 22 જૂનથી વરસાદી હવામાન ગુજરાત માટે એક નવી આશાનું કિરણ લાવશે. જેમાં સાર્વત્રિક સમગ્ર રાજ્યમાં વરસાદની માત્રા જોવા મળશે અને વરસાદ પણ ખૂબ જ સારો હશે એવું અનુમાન છે.
https://weathertv.in/activity-monsoon-2/
નોંધ : અહીં મૂકવામાં આવતી માહિતી એ હવામાનના મોડલ ઉપર અભ્યાસ કરીને મૂકવામાં આવે છે. માટે અહીં આવતી માહિતીને ધ્યાનમાં રાખી કોઈ પણ ખાનગી નિર્ણય લેવા નહીં. હવામાન સંબંધિત બધી જ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.