ગઈકાલે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં જેમાં ભાવનગર બોટાદ અમરેલીની સાથે સાથે જૂનાગઢ જિલ્લામાં વરસાદની એક્ટિવિટી જોવા મળી હતી.તો વરસાદની આવી જ એક્ટિવિટી હજુ પણ 22 જુન સુધી છુટા છવાયા વિસ્તારોમાં જળવાયેલી રહેશે.
પરંતુ 22 તારીખ સુધી સાર્વત્રિક વરસાદની કોઈ સંભાવનાઓ જણાતી નથી. હજી ખાસ કરીને ઘણા વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ નથી થયો. પશ્ચિમ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં હજી વાવણીલાયક વરસાદ થયો નથી.
તો વરસાદની છુટી છવાઈ સંભાવનાઓ 22 જૂન સુધી જળવાયેલી રહેશે. જ્યારે 23 જૂનથી વરસાદની માત્રામાં ઉત્તરોત્તર વધારો થતો જોવા મળશે. 23 તારીખથી અત્યારના ચાર્ટ મુજબ સિંધ ઉપર અપર લેવલે સાઈક્લોનિક સર્ક્યુલેશન છવાય એવી સંભાવનાઓ જણાઈ રહી છે.
જેના દક્ષિણી ટ્રફને અનુસંધાને સૌરાષ્ટ્રમાં નોંધપાત્ર વરસાદની ગતિવિધિઓમાં વધારો જોવા મળશે. જ્યારે 28 જુનથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે એવો અણસાર global મોડલ ઉપરથી જણાઈ રહ્યો છે.
https://weathertv.in/round-sarvtrik/
નોંધ : અહીં રજૂ કરવામાં આવતી હવામાનની આગાહી એ હવામાનના વિવિધ મોડલ ઉપર અભ્યાસ કરી અને રજૂઆત કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખી અને કોઈ પણ ખાનગી નિર્ણય લેવા નહીં. હવામાન સંબંધિત બધી જ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.