બધા મિત્રોનો સ્વાગત છે ગુજરાતની આ વેબસાઇટ ગુજરાત વેધરમાં. મિત્રો આ વેબસાઇટ ઉપરથી તમને મળશે નવું નવું જાણવાનો ઉત્સાહ આપતા ટોપિકની હારમાળા. સાથે સાથે ખેતીની બધી જ માહિતી અને આ ઉપરાંત હવામાનની રેગ્યુલર માહિતી આપતી આ વેબસાઈટ ગુજરાત વેધર.
તો મિત્રો અમારી આ વેબસાઇટને તમારા ફોનમાં સેવ કરી લેવી. અને અહીં આવતી દરેક પોસ્ટને તમારા વિવિધ સોશિયલ મીડિયામાં શેર કરવી. જેથી મહત્વ રૂપી જાણકારી બીજા મિત્રો સુધી પહોંચી શકે.
જીવનમાં ફિટ રહેવાના ઉપાય નીચેની લીંકમાં મહત્વની પોસ્ટ આપી છે.
મિત્રો આપ બધા તો જાણો છો કે, ઉદ્યોગિક આ યુગમાં આપણું હવામાન દિન-પ્રતિદિન બગડતું જાય છે. એક બાજુ ગ્લોબલ વોર્મિંગની ઇફેક્ટથી ઋતુઓનું પણ બેલેન્સ રહ્યું નથી. રોજથી રોજ વૃક્ષો કપાતા જાય છે. અને સાથે સાથે આપણે જ આપણા વાતાવરણના દુશ્મન બની રહ્યા છીએ.
કોરોનાની લહેરથી આપણે ઓક્સિજનનું મહત્વ સમજાયું છે. ખરેખર ઓક્સિજન આપણે આપણા પર્યાવરણ દ્વારા મેળવીએ છીએ. એટલે કે વૃક્ષો હાજરી હોય તો જ હવામાંનમાં ઓક્સિજનનું પ્રમાણ વ્યવસ્થિત રીતે જળવાઈ રહે. તો તમને ખબર નહીં હોય અમુક વૃક્ષો ખરેખર ઓક્સિજનની ફેક્ટરી હોય છે. જે બીજા વૃક્ષોની તુલનામાં ઓક્સિજનનું વધારે પ્રમાણ હવામાનમાં ભેળવે છે.
મોટાભાગના વૃક્ષો દિવસે સૂર્ય પ્રકાશની હાજરીથી હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. અને રાત્રીના સમયે હવામાંનો ઓક્સીજન વાયુ લઈ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે. પરંતુ અમુક એવા વૃક્ષો છે કે જે દિવસ અને રાત્રિ દરમિયાન હવામાનનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ અને ઓક્સિજન મુક્ત કરે છે.
આ વૃક્ષોની માહિતી આપણે મેળવી એ તો. સર્વ પ્રથમ પીપળો.. પીપળો એક એવું વૃક્ષ છે કે જે 24 કલાક ઓક્સિજન વાયુ હવામાન મુક્ત કરે છે. તો આપણા આંગણામાં રહેલો તુલસીનો છોડ પણ દિવસ અને રાત્રિ દરમિયાન હવામાનનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ અને રાત દિવસ ઓક્સિજન વાયુ હવામાન ભેળવે છે.
મિત્રો તમે શિવ મંદિરમાં બીલીનું વૃક્ષ અવશ્ય જોયું હશે. તો આ બીલીનું વૃક્ષ પણ એવું છે કે, ભરપૂર માત્રામાં હવામાં ઓક્સિજન છોડે છે. આ વૃક્ષ પણ રાત્રે પણ હવામાનનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે.
હવે આપણે એક વૃક્ષની વાત કરીએ જેનું નામ છે કડવો લીમડો. મિત્રો આ વૃક્ષ એવું છે કે, જે રાત્રે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે પરંતુ આ વૃક્ષની એવી ખાસીયત છે કે, દિવસમાં જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે તે બીજા વૃક્ષોની પ્રમાણમાં ખૂબ જ મોટી માત્રામાં દિવસમાં ઓક્સિજન વાયુ હવામાન મુક્ત કરે છે. માટે આ વૃક્ષનું પણ આપણે વાવેતર કરવું જોઈએ.
મિત્રો ઉપર દર્શાવેલા વૃક્ષનું વાવેતર આપણે વધુમાં વધુ કરવું જોઈએ. જેથી આપણા વાતાવરણમાં ઓક્સીજનનું લેવલ વ્યવસ્થિત રીતે જળવાઈ રહે. અને સાથે સાથે જો આપણે હરિયાળી ક્રાંતિ લાવશો તો, આવનારા સમયમાં ગ્લોબલ વોર્મિંગથી બચી શકતું કેમકે તમે બધા જાણો છો કે અત્યારે ઉનાળામાં દર વખતે ટેમ્પરેચર ઊંચું જતું જાય છે તો ચોમાસું અનિયમિત બની ગયું છે આ બધાનું કારણ ગ્લોબલ વોર્મિંગ ઇફેક્ટ ગણી શકાય.
મિત્રો વૃક્ષો વાવવાનો સંકલ્પ કરવો અને સાથે સાથે આ પોસ્ટ ને તમારા વિવિધ સોશિયલ મીડિયામાં વધુમાં વધુ શેર કરો જેથી બીજા મિત્રો સુધી માહિતી પહોંચે અને તે પણ એક એક વૃક્ષ વાવવાનો સંકલ્પ કરે.
Nice information
સરસ માહિતી આપી છે