128 નંબર મગફળી : ઉત્પાદનના થશે ઢગલા

મિત્રો જ્યારે જ્યારે ખેતીની વાત થાય છે. ત્યારે ખાસ કરીને ગુજરાતમાં બે મુખ્ય પાકોની ગણતરી થાય છે. એક છે મગફળી અને બીજો કપાસ. તો મગફળીના પાક આમતો સમગ્ર ગુજરાતમાં લેવામાં આવે છે. પરંતુ ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં મગફળીનું વાવેતર મોટા પ્રમાણમાં જોવા મળે છે. અને નવી નવી વેરાઈટીઓ છેલ્લા બે વર્ષમાં જોવા મળી છે. મિત્રો આ પોસ્ટમાં 128 નંબર મગફળી અને તેનું ઉત્પાદન કેવું રહે છે એ અંગેની વાત કરશું.

128 નંબર મગફળી ખેડૂતો માલામાલ

મિત્રો આજે આપણે મગફળીની ખેતી 128 નંબર મગફળી ખેડૂતો માલામાલ થયા છે.મિત્રો 128 નંબર મગફળી મહારાષ્ટ્રની સંશોધિત જાત છે. ગયા વર્ષે આ મગફળીની જાતનું વાવેતર સૌરાષ્ટ્રમાં મોટાપાયે જોવા મળ્યું હતું. આપણે આ 128 મગફળીની જાત વીશે જાણકારી મેળવીએ. જે તમને ખૂબ જ ઉપયોગી થશે.

128 નંબર મગફળી ઉભડી જાત છે. આથી તેનો મોટાભાગનો માલ થડમાં જ બંધાય છે. એટલે કે ડોડવા છોડના થડમાં જ બેસે છે. સાથે સાથે આ વેરાઈટી ખૂબ જ રોગમુક્ત ગણી શકાય. અને પાણીની જરૂરીયાત સામે પણ વધુ ટક્કર ઝીલી લે છે. જેથી વરસાદની ખેંચ આવતી હોય છે. તો, આ મગફળી ઉપર ઝાઝી અસર જોવા મળતી નથી.

વાવેતર પદ્ધતિ 128 નંબર મગફળી

મગફળી અંગેમાં વાવેતરની વાત કરીએ તો, આ મગફળીની વાવેતર ખાસ કરીને 18ની જાળી અથવા 20ની જાળીયે અથવા વધુમાં વધુ 24 ઇંચની જાડીએ વાવવા ભલામણ કરવામાં આવી છે. સારી જમીનમાં ઉત્પાદન સારૂ મળે છે. તો નબળી જમીનમાં ઉત્પાદન થોડું નબળું રહે છે. સારી જમીનમાં ડોડવાની સાઈઝ વધુ ભરાવદાર અને મોટી સાઇઝના ડોડવા થાય છે. જેથી ઉતારો સારો બેસે છે.

ઉત્પાદનના ઢગલા ખેડૂતો માલામાલ

વાતાવરણ તો સારું રહે નિયમિત વરસાદ વરસતો રહે અને સારી જમીનમાં આ મગફળી નું ઉત્પાદન એક વિધે 20 મણથી લઈ અને 35 મણ સુધીનું આવે છે. સાથે સાથે દવાનો ખર્ચ ઓછો હોવાથી આ મગફળીમાં ઉત્પાદનની સામે ખર્ચ ખૂબ જ ઓછું આવે છે. 128 નંબર ના દાણાની વાત કરીએ તો, આ વેરાઈટીના દાણા ખાવામાં સ્વાદમાં કડછા હોય છે. પરંતુ તેલ મીઠું હોય છે. અને સાથે સાથે તેલની ટકાવારી પણ G-20 કરતાં વધુ જોવા મળે છે.

દાણા પરની ફોતરી ખુબ જ આછી હોય છે. સાથે સાથે સુયે મજબૂત હોવાથી આ મગફળી કાઢવા ટાણે ખૂબ જ ઓછી તૂટે છે. 128 નંબરમાં ડોડવા થડમાં બેસવાથી પાડવા સમયે ડોડવા ઉપર માટી વધુ ચોંટેલી રહે છે. જેથી સાફ કરવામાં થોડીક તકલીફ પડે છે. પરંતુ મગફળીની બીજી વેરાયટી સામે આમાં મજૂરી ખર્ચ ખૂબ જ ઓછો આવે છે.

મિત્રો પાલાની વાત કરીએ તો. એટલે 128 નંબરનો ભૂકો પાંદડીવાળો વધુ થાય છે. અટલે ઢોર પણ સારો ખાય છે, એટલે કે માલને પણ ખાવામાં સારો એવો 128 નંબરનો પાલો ગણાય છે. 128 નંબરની મગફળીની આ માહિતી તમારા વિવિધ સોશિયલ મીડિયામાં શેર કરજો જેથી બીજા મિત્રોને આ માહિતી ઉપયોગી થાય. બધા મિત્રોનો ખુબ ખુબ આભાર.

error: Content is protected !!