લીમડાના દાતણની કિંમત જાણીને ચોંકી ઉઠશો

બધા જ મિત્રો નું સ્વાગત છે ગુજરાતની લોકપ્રિય આ વેબસાઇટ ગુજરાત વેધર માં. મિત્રો આ વેબસાઇટ ઉપરથી તમને નિયમિત રીતે જાણવા જેવી તમામ માહિતી મળશે. અને સાથે સાથે આ વેબસાઈટનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના હવામાનનો છે. તો આ સાઈટ ઉપરથી તમને ગુજરાતના ગુજરાતના હવામાનની રેગ્યુલર માહિતી મળશે. સાથે સાથે ખેતીની બધી જ માહિતીઓ અપલોડ કરવામાં આવશે.

તો મિત્રો અમારી આ વેબસાઇટ્સને તમારા મોબાઇલ ફોનમાં સેવ કરી લેવી. અને સાથે સાથે અહીંની દરેક પોસ્ટને તમારા વિવિધ સોશિયલ મીડિયામાં શેર કરવી. જેથી બીજા મિત્રો સુધી અહીં માહિતી સરળતાથી પહોંચી શકે.

મિત્રો કડવા લીમડાનું ઝાડ તો તમે જોયું હશે. અને આ કડવો લીમડો આપણા સમગ્ર રાજ્યમાં બધા વિસ્તારોમાં જોવા મળે છે. પરંતુ કડવા લીમડાના ગુણ કેટલા મીઠા છે કે, અહીં વર્ણન કરવા મુશ્કેલ બની જાય છે. આજે માત્ર આપણે કડવા લીમડાના દાતણ વિશે થોડીક માહિતી મેળવીએ. જે જાણીને તમે ચોંકી ઉઠશો.

મિત્રો આજ કાલ ના સમયમાં આપણે દાતણ વસ્તુ ભૂલી ગયા છીએ. એમાં ખાસ કરીને સીટીના છોકરાઓ દાતણ એટલે શું ? તે શબ્દને પણ ઓળખતા નથી. ટૂંકમાં કહીએ તો દાતણ ને ભૂલી ગયા છે. આપણે સવારમાં મલ્ટિનેશનલ કંપનીઓના toothpaste વાપરવાની આદત પડી ગઈ છે. જોકે ગ્રામ્ય જીવનમાં હજી દાતણ નો મહિમા જળવાઇ રહેલો છે.

મિત્રો કડવા લીમડાના દાતણ નું અમેરિકામાં તાજેતરમાં વેચાણ ચાલુ થયું છે. એક મળતા સમાચાર મુજબ અમેરિકાની એક ઈ-કોમર્સ વેબસાઈટે લીમડાના એક દાતણ નો ભાવ તેમની વેબસાઇટ ઉપર રજૂ કર્યો છે. જે ભાવ જાણીને તમે ચોંકી ઉઠશો.

આ વેબસાઈટ ઉપર જે ભાવ મૂકવામાં આવ્યો છે તે, એક નંગ લીમડાના દાતણ નો ભાવ ભારતના 1800 રૂપિયા જેટલો છે. જ્યારે આપણા દેશ ભારતમાં દાતણ ની કિંમત વધુમાં વધુ પાંચ રૂપિયા જેટલી જોવા મળે છે. અત્યારના સમયમાં અમેરિકામાં ભારતના યોગની બોલબાલા ખૂબ જ વધુ પડતી વધી ગઈ છે. જેથી ત્યાંના લોકો આર્યુવેદિક પ્રત્યે જાગૃત થયા છે.

તો મિત્રો આપણા ઘર આંગણે મફત મળતું આ લીમડાનું દાતણ આપણે અપનાવી શકતા નથી. જ્યારે આપણું દાતણ અમેરિકામાં 1800 રૂપિયામાં વેચાય છે. આના ઉપરથી તમે લીમડાની દાતણ નો મહિમા જાણી ગયા હશો.

જુનુ તે સોનુ એ કહેવત આપણે વર્ષોથી ચાલી આવી છે. પરંતુ આપણે કોઈ તેને અપનાવી શકતા નથી. તો આપણે આજથી જ દાતણ કરવાની ટેવ પાડવી જોઈએ. જે આરોગ્ય માટે ખૂબ જ હિતકારી છે. toothpaste ની જાહેરાત થી આપણે આકર્ષાય અને આપણે આપણું દાતણ ભૂલી ગયા છીએ.

તો મિત્રો ચાલો આજથી આપણે સંકલ્પ કરીએ કે આજથી જ આપણે લીમડાનું દાતણ કરશું અને આપણે આપણા આરોગ્યનું જતન કરતું મિત્રો આ આરોગ્યલક્ષી પોસ્ટ અને તમારા વિવિધ સોશિયલ મીડિયામાં શેર કરજો જેથી બીજા મિત્રો સુધી આ મહત્વપૂર્ણ માહિતી સરળતાથી પહોંચી શકે.

2 thoughts on “લીમડાના દાતણની કિંમત જાણીને ચોંકી ઉઠશો”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!