બધા જ મિત્રોનું સ્વાગત છે. હવામાનને લગતી નિયમિત માહિતી આપતી આ વેબસાઈટ Weather Tv માં. મિત્રો હવામાનના ટોપીક ઉપર વિવિધ રસપ્રદ વાતની સાથે સાથે ગુજરાતના હવામાનની નિયમિત રીતે માહિતી તમારા મોબાઇલ ફોનમાં મેળવવા માટે અમારી આ વેબસાઇટ Weather Tv ને તમારા ફોનમાં સેવ કરી લેવી. જેથી તમને ઉપયોગી માહિતી તરજ મળી જાય.
મિત્રો આજે આપણે વાત કરવી છે, એક નાનકડા ટાપુની. અહીં જે વરસાદ એક દિવસમાં થયો હતો, તે જાણીને તમે ચોંકી ઉઠશો. તો ચાલો વાત શરૂ કરીએ.
આફ્રિકાના કાંઠે રિયુનિયન નામનો એક નાનકડો ટાપુ આવેલો છે. રિયુનિયન ટાપુ ખૂબ જ નાનકડો છે. તેના વિસ્તારની વાત કરીએ તો, આ ટાપુનો વિસ્તાર માત્ર અઢી હજાર ચોરસ કિલોમીટરનો જ છે. ઉંચા ઉંચા પહાડો અને ખીણ પ્રદેશો જ આ ટાપુઓમાં મોટે ભાગે આવેલી છે. આ ટાપુઓમાં બારેમાસ વાદળછાયું હવામાન જોવા મળે છે. અહીં સાંબેલાધાર વરસાદ ક્યારે પડી જાય છે, તેનું કોઈ નક્કી હોતું નથી. ક્યારેક તો આ આંકડાઓ કલાકમાં ઇંચમાં ખૂબ જ મોટા હોય છે. એટલે અહીંના રહેવાસીઓ વરસાદથી ખૂબ જ ટેવાયેલા છે.
મિત્રો હવે આપણે મૂળવાત ઉપર જઈએ. ઈસ. 1966ની 7મી જાન્યુઆરીએ અહીં વરસાદનો વિશ્વ વિક્રમ નોંધાયો છે. 7મી જાન્યુઆરીએ શરૂ થયેલો આ ટાપુ ઉપર વરસાદ કંઈક અલગ જ કરવા માગતો હતો. 24 કલાક સતત પડેલા વરસાદની જ્યારે સમાપ્તિ થઇ ત્યારે, વરસાદ માપક યંત્રમાં ગણતરી કરી ત્યારે ખબર પડી કે, આ ચોવીસ કલાકમાં 71.8 ઇંચ વરસાદ પડી ચૂક્યો હતો. જે અત્યાર સુધીમાં વિશ્વમાં એક દિવસમાં સૌથી વધારે પડેલા વરસાદની ગણતરીમાં આવે છે. ટૂંકમાં એવું કહી શકાય છે કે, ગુજરાતમાં આખા ચોમાસાનો અમુક અમુક વિસ્તારોમાં 70 ઇંચ વરસાદ પડતો હોય છે. તેટલો વરસાદ આ ટાપુ પર 1966ની 7મી જાન્યુઆરીએ માત્ર 24 કલાકમાં પડી ગયો હતો.
એક બીજી વાત કરીએ રિયુનિયન ટાપુ ચોવીસ કલાકમાં પડેલા વરસાદનો વિશ્વવિક્રમ ધરાવે છે. પરંતુ અમેરિકાના ઓન્ટારિયો રાજ્યનું યુનિયનવિલે ગામનો વરસાદની બાબતમાં વિશ્વવિક્રમ કંઈક અલગ જ છે. અહીં 1956 ની 4 જુલાઈએ જે વરસાદ પડ્યો હતો તે જાણીને તમે ચોંકી ઉઠશો. જોકે આ વરસાદ માત્ર થોડી વારમાં જ અટકી ગયો હતો. પરંતુ વરસાદ માપક યંત્રો તપાસ્યા ત્યારે ખબર પડી કે, આ વરસાદ 1 મિનિટમાં જ 1.22 ઇંચ વરસાદ પડી ગયો હતો. સામાન્ય રીતે આટલો વરસાદ પડતાં ઓછામાં ઓછી 15 મિનિટથી 30 મિનિટ થતી હોય છે. પરંતુ આ વરસાદ અહીં માત્ર એક મિનિટમાં જ પડી ગયો હતો. જે ટૂંકા ગાળામાં પડેલા વરસાદની બાબતમાં અમેરીકાના ઓન્ટારિયો ગામનો વિશ્વવિક્રમ છે.
તો મિત્રો હવામાન ક્ષેત્રે રસપ્રદ માહિતીની સાથે સાથે ગુજરાતના હવામાનની રેગ્યુલર માહિતીઓ નિયમિત મેળવવા માટે અમારી આ વેબસાઈટ Weather Tv ને અત્યારે જ તમારા મોબાઇલ ફોનમાં સેવ કરી લેવી. સાથે સાથે અહીં આવતી દરેક પોસ્ટને વધુમાં વધુ શેર કરવી. જેથી બીજા મિત્રો સુધી અહીંની માહિતી સરળતાથી પહોંચી શકે.