આજથી ગુજરાતના હવામાનમાં ફરીથી પલટો જોવા મળી રહ્યો છે. 9 ઓગસ્ટ થી 12 ઓગસ્ટના દિવસો દરમ્યાન ગુજરાત રીજીયનના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. જેનું મુખ્ય શું કારણ છે? એ અંગેની હવામાન અપડેઇટ માહિતી મેળવીએ.
મિત્રો બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની હતી, એ હવે ઉત્તર ભારત તરફ ફંટાઈ ચૂકી છે. પરંતુ આ સિસ્ટમને અનુલક્ષીને જે અપર લેવલે સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે. તેનો પશ્ચિમનો છેડો ગુજરાત રિજીયનન તરફ ઝુકાવ કરતો જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિને કારણે ગુજરાતના હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.
9 ઓગસ્ટથી 12 ઓગસ્ટના દિવસો દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના ગ્લોબલ મોડલમાં જોવા મળી રહી છે. ટૂંકમાં મુખ્યત્વે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના હવામાનમાં મોટો પલટો આ દિવસો દરમિયાન જોવા મળશે.
મિત્રો બહોળા સર્ક્યુલેશનની ઇફેક્ટથી ગુજરાત રીજીયનમાં ઘણા વિસ્તારોમાં બે ઇંચથી ત્રણ ઇંચ જેવો ભારે વરસાદ આ દિવસો દરમિયાન જોવા મળશે. ટૂંકમાં મિત્રો આ ટૂંકો રાઉન્ડ ગુજરાત રિજીયનમાં પણ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળશે નહીં. છૂટાછવાયા વિસ્તારોમાં ક્યાંક હળવો, મધ્યમ તો એકાદ બે વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના જોવા મળશે.
સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો, સૌરાષ્ટ્ર કચ્છના હવામાનમાં ગુજરાત રિજીયન જેવો પલટો જોવા મળશે નહીં. કેમ કે ગુજરાત રિજીયનની કમ્પેરમાં સૌરાષ્ટ્ર, કચ્છના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે નહીં. છતાં પણ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં આ દિવસો દરમિયાન હળવા ભારે ઝાપટાનું પ્રમાણ જોવા મળશે.