પ્રાચીન ભડલી વાક્યો વિશે આપણે અવારનવાર સાંભળતા આવ્યા છીએ. તો આજની આ ખૂબ જ મહત્વની પોસ્ટમાં ભડલી વાક્યો અને ચોમાસું એટલે કે આવનારું ચોમાસું ભડલી વાક્ય મુજબ કેવું રહેશે? એ અંગેની સરસ અપડેટની માહિતી આજની આગાહી આ પોસ્ટમાં મેળવશું.
કારતક મહિનાની શરૂઆત ઠંડીથી થાય અને કારતક મહિનાથી ચારેય મહિના દરમિયાન આકાશમાં વાદળ અથવા લિસોટા જેવી પરિસ્થિતિનું નિર્માણ જોવા મળે તો, આવનારું ચોમાસું ખૂબ જ સારું રહેવાના સંકેત ગણી શકાય. કેમ કે ભડલી વાક્યો મુજબ આવનારું ચોમાસું ટનાટન રહે.
મિત્રો ભડલી વાક્ય મુજબ આવનારૂ ચોમાસું કેવું રહે? એ અનુસંધાને કારતક મહિનાથી ચારેય મહિના દરમિયાન ઠંડીનું વર્ચસ્વ જોવા મળે અને જ્યારે ઉનાળાની શરૂઆત ખૂબ જ ગરમીથી થાય. તેમ જ ઉનાળાના ચારેય માસમાં આકરો તાપ પડે તો, ઋતુ બેલેન્સ છે, એમ ગણીને આવનારું ચોમાસું ખૂબ જ સારું જાય છે.
બીજા એક ભડલી વાક્ય મુજબ શિયાળાની રાત્રે જો ધોર અંધકારમાં સીમમાં શિયાળનું રુદન સંભળાય તો, પણ આવનારું ચોમાસું ખૂબ જ સારું જશે. નદીનાળા છલકાશે તેમજ ધન ધાન્યના ઢગલા થશે એવું એક અનુમાન કાઢવું.
ભડલી વાક્ય મુજબ હોળીના રાત્રીના સમયે હોળી જ્યારે પ્રગટે છે, ત્યારે પવનનું ખાસ અવલોકન કરવું. કેમકે મિત્રો પ્રાચીન વર્ષા વિજ્ઞાન મુજબ હોળીનો પવન અંગે પણ ખાસ અવલોકન કરવું. હોળી જ્યારે પ્રજવલિત થાય છે, ત્યારે જો પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાય તો, આવનારું ચોમાસું ટનાટન થશે એવું જાણવું.
ટૂંકમાં મિત્રો ભડલી વાક્યના સહારે હવામાન અંગેનું એક તારણ મેળવી શકાય છે. કેમકે જ્યારે પ્રાચીન સમયમાં વૈજ્ઞાનિકના સાધનો ઉપલબ્ધ હતા નહીં, ત્યારે મુખ્યત્વે ભડલી વાક્યો મુજબ જ હવામાન અંગેની ચાલ લોકો અનુમાનમાં લેતા હતા.